નડિયાદ રેલવે સ્ટેશન સ્ટાફની ત્વરિત કાર્યવાહીએ મહિલા મુસાફર અને રેલવે ગાર્ડનો જીવ બચાવ્યો
પશ્ચિમ રેલવેના નડિયાદ સ્ટેશનના રેલવે કર્મચારીઓએ માહિતી મળતાની સાથે જ ત્વરિત કાર્યવાહી કરીને સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી મહિલા અને રેલવેના ગુડ્ઝ ટ્રેન મેનેજર (રેલ્વે ગાર્ડ)ને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં મોકલી આપેલ, જેથી તેઓને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવી હતી જેથી તેમનો જીવ બચાવી શકાયો હતો.
પશ્ચિમ રેલવેના નડિયાદ સ્ટેશનના રેલવે કર્મચારીઓએ માહિતી મળતાની સાથે જ ત્વરિત કાર્યવાહી કરીને સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી મહિલા અને રેલવેના ગુડ્ઝ ટ્રેન મેનેજર (રેલ્વે ગાર્ડ)ને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં મોકલી આપેલ, જેથી તેઓને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવી હતી જેથી તેમનો જીવ બચાવી શકાયો હતો.
નડિયાદ સ્ટેશન પર ફરજ પરના સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ શ્રી અજીત ગુપ્તાને માહિતી મળી કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુસાફરી કરતી મહિલા મુસાફર શ્રીમતી કૈલાશને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી, તેમણે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી અને તેણીને હોસ્પિટલ લઈ ગયા. એ જ રીતે સ્ટેશન અધિક્ષક શ્રી રાકેશ મિત્તલને સંદેશો મળ્યો કે ગુડ્ઝ ટ્રેન લઈને અમદાવાદ જઈ રહેલા ગુડ્ઝ ટ્રેનના મેનેજર શ્રી જી.એમ. શેખને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ છે.તેમણે નડિયાદના ઓન ડ્યુટી સ્ટેશન અધિક્ષક શ્રી અજીત ગુપ્તા અને પોઈન્ટમેન શ્રી વિપુલ પરમાર અને સામતિયાની મદદથી તેમને તાત્કાલિક ટ્રેનમાંથી ઉતારીને નજીકની સંજય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને કરમસદની ક્રિષ્ના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો જ્યાં તેની
સારવાર ચાલી રહી છે. આમ રેલવે સ્ટાફની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી તેમનો જીવ બચાવી શકાયો હતો.
ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી જીતેન્દ્ર સિંહે સ્ટાફની સતર્કતા અને ત્વરિત કાર્યવાહી પર પ્રસન્નતા વ્યક્ત કરતા, તેમના આ અનુકરણીય માનવતાવાદી પહેલ માટે તેમને પુરસ્કૃત કરવાની જાહેરાત કરી છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી