IPLમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ ફરી તૂટ્યો, આ વખતે હૈદરાબાદે 20 ઓવરમાં આટલા રન બનાવ્યા
RCB vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદે IPLનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાઈ રહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.
RCB vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદે IPLની એક ઇનિંગમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ખાસ વાત એ છે કે સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. અગાઉ આ જ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. પરંતુ આ વખતે હૈદરાબાદે 277થી વધુ રન બનાવ્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પહેલી જ ઓવરથી ઘણા રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, અબ્દુલ સમદ અને હેનરિક ક્લાસેનની તોફાની ઇનિંગ્સને કારણે SRHએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 287 રન બનાવ્યા હતા. આ પહેલા કોઈ ટીમ 20 ઓવરમાં આટલો મોટો સ્કોર બનાવી શકી ન હતી.
287/3 - સનરાઇઝર્સ હૈદરાબાદ વિ આરસીબી, બેંગલુરુ, 2024
277/3 - સનરાઈઝર્સ હૈદરાબાદ વિ મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ, 2024
272/7 - કોલકાતા નાઈટ રાઈડર્સ વિ દિલ્હી કેપિટલ્સ, વિશાખાપટ્ટનમ, 2024
263/5 - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ પુણે વોરિયર્સ, બેંગલુરુ, 2013
257/5 - લખનૌ સુપર જાયન્ટ્સ વિ પંજાબ કિંગ્સ, મોહાલી, 2023
248/3 - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ગુજરાત લાયન્સ, બેંગલુરુ, 2016
246/5 - CSK વિ રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ, 2010
આ મેચમાં ટ્રેવિસ હેડે પોતાની ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી હતી. ટ્રેવિસ હેડે 41 બોલમાં 102 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 9 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. જ્યારે અભિષેક શર્માએ 34 રનની ઇનિંગ રમી હતી. આ પછી હેનરિક ક્લાસને 31 બોલમાં 67 રન બનાવ્યા હતા. એડન માર્કરામ 17 બોલમાં 32 રન અને અબ્દુલ સમદ 10 બોલમાં 37 રન બનાવીને અણનમ રહ્યા હતા.
બુધવારથી શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝ શરૂ થવાની છે. આ પહેલા શ્રીલંકાના સ્ટાર ખેલાડી વાનિન્દુ હસરાંગા ઈજાગ્રસ્ત થઈને શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
શ્રીલંકાના લેગ-સ્પિનર વાનિન્દુ હસરંગા રવિવારે દામ્બુલામાં બીજી T20Iમાં બોલિંગ કરતી વખતે ડાબા હાથની હૅમસ્ટ્રિંગમાં ઈજાને કારણે ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 2023 વર્લ્ડ કપ ફાઈનલ બાદ પ્રથમ વખત સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે.