મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ 11માં થયો મોટો ફેરફાર, રોહિત શર્માને નથી મળી જગ્યા
IPL 2024: IPLની 17મી સિઝનમાં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, જ્યારે રોહિત શર્માનું નામ તેના પ્લેઈંગ 11માં સામેલ નથી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની 51મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ટીમના પ્લેઈંગ 11માં મોટો ફેરફાર જોવા મળ્યો હતો, જેમાં રોહિત શર્માનું નામ સામેલ નહોતું. જોકે, ટોસ સમયે હાર્દિકે આ મેચ માટે ટીમની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફારની વાત કરી હતી, જેમાં મોહમ્મદ નબીની જગ્યાએ નમન ધીરને સામેલ કરવામાં આવ્યો છે.
KKR સામેની આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેના પ્લેઈંગ 11માં માત્ર 3 વિદેશી ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. આ મેચમાં મુંબઈએ રોહિત શર્માનું નામ ઈમ્પેક્ટ પ્લેયર્સની યાદીમાં સામેલ કર્યું છે. જેના પછી અંદાજ લગાવી શકાય છે કે તે ટાર્ગેટનો પીછો કરતી વખતે ટીમના પ્લેઇંગ 11નો ભાગ બની શકે છે. આ સિઝનમાં અત્યાર સુધી રોહિતે 10 મેચ રમીને 35ની એવરેજથી 315 રન બનાવ્યા છે. જો આ મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સના પ્લેઈંગ 11ની વાત કરીએ તો ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા તેનો ભાગ છે. ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ અને નુવાન તુશારા પણ બોલરોમાં સામેલ છે.
મુંબઈ ઈન્ડિયન્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સ - ઈશાન કિશન (wk), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વાઢેરા, હાર્દિક પંડ્યા (c), નમન ધીર, ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ, નુવાન તુશારા.
મુંબઈ ઈન્ડિયન્સ ઈમ્પેક્ટ ઓપ્શન્સ: રોહિત શર્મા, શમ્સ મુલાની, શિવાલિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, રોમારિયો શેફર્ડ.
KKR - ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંઘ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.
કોલકાતા નાઈટ રાઈડર્સ ઈમ્પેક્ટ ઓપ્શન્સ: અનુકુલ રોય, મનીષ પાંડે, શ્રીકર ભરત, શેરફેન રધરફોર્ડ, ચેતન સાકરિયા.
મહેન્દ્ર સિંહ ધોની IPL 2025 માટે ખાસ તૈયારીઓ કરી રહ્યા છે. તાજેતરમાં તે નેટમાં બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે ધોનીએ આગામી સીઝન માટે હળવા વજનના બેટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
IPL 2025 નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. નવી સીઝન 22 માર્ચથી શરૂ થશે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે એક મોટી જાહેરાત કરી છે.
BAN vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં, ન્યુઝીલેન્ડની ટીમે બાંગ્લાદેશ સામે ગ્રુપ-A મેચ 5 વિકેટથી જીતીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં ટોમ લેથમના બેટમાંથી 55 રનની ઇનિંગ જોવા મળી હતી, જેની સાથે ODI ક્રિકેટમાં તેના નામે એક અદ્ભુત રેકોર્ડ નોંધાઈ ગયો હતો.