શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 984 અને નિફ્ટી 324 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો
બુધવારે BSE સેન્સેક્સ 984.23 પોઈન્ટના ઘટાડા સાથે 77,690.95 પોઈન્ટ પર બંધ થયો હતો. આ રીતે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 324.40 પોઈન્ટના ઘટાડા સાથે 23,559.05 પોઈન્ટ પર બંધ થયો હતો.
Share Market Closing 13th November, 2024: લગભગ દોઢ મહિના પહેલા શરૂ થયેલ શેરબજારમાં તબાહીનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર ભયંકર ઘટાડો નોંધાયો હતો. બુધવારે BSE સેન્સેક્સ 984.23 પોઈન્ટના ઘટાડા સાથે 77,690.95 પોઈન્ટ પર બંધ થયો હતો. આ રીતે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 324.40 પોઈન્ટના ઘટાડા સાથે 23,559.05 પોઈન્ટ પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે મંગળવારે સેન્સેક્સમાં 820.97 પોઈન્ટ્સ અને નિફ્ટી 50માં 257.85 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સની 30માંથી 26 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં અને માત્ર 4 કંપનીઓના શેર જ લાભ સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા. બીજી તરફ નિફ્ટી 50ની 50માંથી 44 કંપનીઓના શેર પણ ઘટાડા સાથે લાલ નિશાનમાં અને માત્ર 6 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. આનો સીધો અર્થ એ થયો કે આજે ફરી એકવાર મોટાભાગની કંપનીઓના શેરમાં જંગી વેચવાલી થઈ છે.
સેન્સેક્સ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં આજે સૌથી વધુ 3.23 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટાટા સ્ટીલ 3.02 ટકા, અદાણી પોર્ટ્સ 2.82 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 2.18 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.89 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.73 ટકા, એચડીએફસી બેન્ક 1.67 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.67 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.63 ટકા, ફિનસર્ર્વ 1.63 ટકા. એક્સિસ બેંક 1.35 ટકા, લાર્સન એન્ડ ટુબ્રોના શેર 1.27 ટકા, પાવરગ્રીડ 1.18 ટકા, સન ફાર્મા 1.16 ટકા, ટીસીએસ 1.13 ટકા ઘટીને બંધ થયા છે.
આ સિવાય ICICI બેન્ક, નેસ્લે ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, મારુતિ સુઝુકી, ટાઇટન, HCL ટેક, ભારતી એરટેલ, ITC અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં પણ ઘટાડો થયો હતો. જોકે, ટાટા મોટર્સનો શેર 0.29 ટકા, એનટીપીસીનો શેર 0.21 ટકા, એશિયન પેઇન્ટ્સના શેર 0.16 ટકા અને ઇન્ફોસિસનો શેર 0.01 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.
ગૌતમ અદાણીએ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, અદાણી જૂથ તેની વૈશ્વિક કુશળતાનો લાભ લેવા અને યુએસ ઊર્જા સુરક્ષા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
શેરબજારના રોકાણકારો ડરી ગયા છે. તેઓ સમજી શકતા નથી કે આ બજાર કેટલી હદે તૂટી શકે છે. જો તમે પણ તે રોકાણકારોમાં છો તો ચિંતા કરવાની જરૂર નથી. બજાર ફરી ઉછળશે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક આદેશમાં જણાવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ IOCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અરવિંદર સિંહ સાહનીને પાંચ વર્ષના સમયગાળા માટે IOCના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાના મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે.