ઉનાળાની ઋતુમાં મધર ડેરીએ 15થી વધુ નવા ઉત્પાદનો રજૂ કર્યાં, નવી પ્રોડક્ટ સ્પેસ અને કેટેગરીમાં પ્રવેશ કર્યો
વેનિલા- સ્વાદવાળા રેડી-ટુ કંઝ્યુમ કસ્ટર્ડ, 2 કોલ્ડ કોફી અને વિવિધ ફ્લેવર્સ અને ફોર્મેટમાં નવી સ્વાદિષ્ટ આઈસ્ક્રીમની શ્રેણી રજૂ કરે છે.
નવી દિલ્હી : ભારતની દૂધ અને દૂધની બનાવટોની અગ્રણી કંપની, મધર ડેરી ફ્રુટ એન્ડ વેજીટેબલ પ્રા. લિ.એ 2023ની ઉનાળાની ઋતુ માટે 15થી વધુ નવા ઉત્પાદનો સાથે તેના નવા પોર્ટફોલિયોની આજે જાહેરાત કરી છે. આ નવા ઉત્પાદનોને ગ્રાહકોની ઊંડી જાણકારીના આધારે વિકસાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય વિકસતા વપરાશના પ્રસંગોની સાથે મનભાવન અને ઉપયોગ માટે તરત હાજર ઉત્પાદનોના ક્ષેત્રોમાં પ્રવેશવાનો છે.
આ વર્ષ માટે જે નવા ઉત્પાદનો તૈયાર કરવામાં આવ્યા છે તેમાં રેડી-ટુ કંઝ્યુમ કસ્ટર્ડ, 2 કોલ્ડ કોફી અને 10થી વધુ વિવિધ પ્રકારના આઇસક્રીમનો સમાવેશ થાય છે . આ ઉપરાંત, કંપનીએ તેના ન્યુટ્રિફિટ દહીંને વિટામિન એ અને ડી વડે સમૃદ્ધ બનાવ્યું છે . નવી રજૂ કરવામાં આવેલી શ્રેણી કંપનીના મુખ્ય બજારોમાં પરંપરાગત અને નવા યુગની વિતરણ ચેનલો મારફત ઉપલબ્ધ થશે.
ઉપલબ્ધ બનાવવામાં આવેલા નવા ઉત્પાદનો વિશે વાત કરતા, મધર ડેરી ફ્રુટ એન્ડ વેજીટેબલ પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી મનીષ બંદલીશે જણાવ્યું હતું કે, “અમારા ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીઓમાં જોવા મળતી વિવિધતા અને ક્રમિક બદલાવને જોતાં, અમે નવી પ્રોડક્ટ સ્પેસ અને કેટેગરીમાં પ્રવેશ કરવાનો પ્રવાસ શરૂ કર્યો છે. અમે અમારા ડેરી ઉત્પાદનોના પોર્ટફોલિયોને સુવ્યવસ્થિત કરવા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આ નવી પ્રોડક્ટ્સની રજૂઆતનો આનાથી વધુ સારો સમય ન હોય. આગામી 3 વર્ષમાં, અમે ઉદ્યોગમાં અગ્રણી અને ગ્રાહક-કેન્દ્રિત ડેરી ખેલાડીઓ પૈકીના એક તરીકે અમારી સ્થિતિને પુનઃપ્રબળ બનાવવા માટે 100થી વધુ નવા ઉત્પાદનોને રજૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.આ વર્ષ આ પ્રવાસની શરૂઆતનું છે.”
2 રોમાંચક ફ્લેવર્સ - કેપુચીનો અને લેટ્ટે (200 મિલીનું પેક, કિંમત રૂ. 30).
ડેરી-આધારિત પીણાં આજના સમયના નવા વપરાશના પ્રસંગોને સંતોષવાનો હેતુ છે.
સમગ્ર દેશમાં કોફી પ્રેમીઓ માટે આનંદપ્રદ.
5 નવી કુલ્ફીઓ - શાહી મલાઈ કુલ્ફી, શાહી ફિરની કુલ્ફી , શાહી પાન કુલ્ફી, શાહી પિસ્તા
કુલ્ફી , વગેરે. સાથે આ વર્ષમાં ઇમ્પલ્સ પોર્ટફોલિયો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
4 કોન્સ - કોકો કરામેલ કોર , ચોકો કોફી ક્રંચ, બ્લેક ફોરેસ્ટ કોન અને ચોકલેટ ફજ કોન.
બેરી બ્લાસ્ટ અને કોકો સ્પાર્કલ બાર અને લેમન આઈસ કેન્ડી.
મધર ડેરીએ તમામ SKUમાં વિટામિન A અને D સાથે તેના ન્યુટ્રિફિટ દહીંને સમૃદ્ધ બનાવ્યું
છે.
મધર ડેરી ન્યુટ્રિફિટ દહીં પહેલેથી જ એક કાર્યાત્મક પ્રોબાયોટિક ઉત્પાદન છે, જે સારા
બેક્ટેરિયાની સારપ પ્રદાન કરે છે જે આંતરડાના સારા સ્વાસ્થ્ય માટે સહાયરૂપ છે.
વર્તમાન વિતરણ ચેનલો પર ઉપલબ્ધ રહેશે.
શ્રી બંદલીશે વધુમાં જણાવ્યું હતું કે, “નવી ઓફરો અમારા માટે દરેક રીતે કુદરતી રીતે યોગ્ય છે. આગળ જતા, અમે મૂલ્યવૃદ્ધિ અને નવીનતાથી એકીકૃત થયેલા ડેરી-આધારિત ઉત્પાદનો અને શ્રેણીઓ માટે સતત નજર રાખીશું, જેથી ગ્રાહકોની ઊભી થતી જરૂરિયાતોને પૂરી કરી શકાય.” ગ્રાહકોમાં નવા ઉત્પાદનોની સ્વીકૃતિ અને બ્રાન્ડને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે 2023ના તમામ નવા ઉત્પાદનોને ATL અને BTL બંને વિવિધ માર્કેટિંગ અભિયાનો દ્વારા સમર્થન આપવામાં આવશે.
બીએસઈ સેન્સેક્સ ૨૪૧.૩૦ પોઈન્ટ ઘટીને ૭૭,૩૭૮.૯૧ પર બંધ થયો. NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 95.00 પોઈન્ટ ઘટીને 23,431.50 પોઈન્ટ પર બંધ થયો. જોકે, આજે આઇટી ક્ષેત્રના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો.
સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કર પછીનો નફો (PAT) અથવા ચોખ્ખો નફો 26.77 ટકાનો વધારો નોંધાવ્યો છે, જે નાણાકીય વર્ષ 24 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 335.54 કરોડથી વધીને રૂ. 425.37 કરોડ થયો છે.
ભારતીય શેરબજારમાં સતત વધઘટ ચાલુ છે. દરમિયાન સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે બજારની શરૂઆત મામૂલી વધારા સાથે થઈ હતી. પરંતુ બજાર ખુલ્યાના થોડા સમય બાદ જ તેમાં ઘટાડો થવા લાગ્યો હતો.