સતત 2 અર્ધસદી ફટકારીને AUSને પરેશાન કરનાર આ ખેલાડી, હરાજી પહેલા IPL ટીમોનું ધ્યાન ખેંચ્યું
સ્કોટિશ બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામે સારી રમત બતાવી છે અને જોરદાર પ્રદર્શન કર્યું છે અને બે અર્ધસદી ફટકારી છે. આ ખેલાડી પોતાની રમતથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે.
Australia vs Scotland: ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ સામે ત્રણ T20 મેચોની શ્રેણી રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે હાલમાં ત્રીજી T20 મેચ રમાઈ રહી છે. સ્કોટલેન્ડને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં બ્રાન્ડોન મેકમુલેને સ્કોટલેન્ડ માટે શાનદાર બેટિંગ કરી છે અને સતત બે મેચમાં અડધી સદી ફટકારી છે.
બ્રાન્ડોન મેકમુલેને ઓસ્ટ્રેલિયા સામેની બીજી અને ત્રીજી ટી20 મેચમાં જોરદાર અર્ધસદી ફટકારી છે. ત્રીજી ટી20 મેચમાં તેણે 39 બોલમાં 56 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. સ્કોટલેન્ડના સ્ટાર ખેલાડીએ બીજી ટી20 મેચમાં પણ 59 રન બનાવ્યા હતા. બંને મેચમાં ઓસ્ટ્રેલિયન બોલરોએ તેને આઉટ કરવામાં ઘણી મહેનત કરવી પડી હતી. જ્યારે તે બીજી T20 મેચ રમી રહ્યો હતો ત્યારે મેચ સ્કોટલેન્ડના હાથમાં હતી. તે આઉટ થતાં જ ઓસ્ટ્રેલિયાએ મેચ જીતી લીધી હતી.
ત્રીજી ટી20 મેચમાં બ્રાન્ડન મેકમુલન સિવાય કોઈ પણ ખેલાડી વિકેટ અને બેટિંગ પર ટકી શક્યો નહોતો. તેણે અડધી સદી ફટકારી હતી, પરંતુ બાકીના બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. મેકમુલનના કારણે જ સ્કોટલેન્ડની ટીમ 20 ઓવરમાં 149 રન બનાવવામાં સફળ રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં તેણે બેટિંગ ઉપરાંત બોલિંગ પણ કરી છે. તેને પ્રથમ મેચમાં એક વિકેટ મળી હતી.
24 વર્ષીય બ્રાંડન મેકમુલેને 2023માં સ્કોટલેન્ડ માટે ટી20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેણે અત્યાર સુધી 16 T20I મેચોમાં 497 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 22 ODI મેચોમાં 721 રન બનાવ્યા છે જેમાં બે સદી અને બે અડધી સદી સામેલ છે. તે શાનદાર લયમાં ચાલી રહ્યો છે અને બેટિંગ ઉપરાંત બોલિંગ દ્વારા પણ ટીમની જીતમાં યોગદાન આપવામાં માહિર છે. જો તે હરાજીમાં પોતાનું નામ આપશે તો હરાજીમાં તમામ ટીમોની નજર તેના પર રહેશે. કારણ કે તે બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય વિભાગોમાં દરેક ટીમ માટે ફિટ હોઈ શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેહ તેમના બીજા બાળક, બેબી બોયના આગમનની ઉજવણી કરી રહ્યા છે. આ સમાચાર તેમના પ્રશંસકો માટે અપાર આનંદ લાવ્યા છે,
મહાન બોક્સર અને વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયન માઈક ટાયસન 19 વર્ષ પછી બોક્સિંગ રિંગમાં પ્રવેશવા માટે તૈયાર છે, જેમાં તેનો સામનો અમેરિકાના ટેક્સાસમાં જેક પોલ સાથે થશે અને આ મહાન લડાઈનું ભારતમાં પણ લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પીઓકેમાં ચેમ્પિયન્સ ટ્રોફી પ્રવાસનું આયોજન કરવા માગતું હતું.