પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ચૈતર વસાવાના રોડ શોમાં હજારો લાખો લોકો ઉમટ્યા
આમ આદમી પાર્ટીની પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. ભાવનગરમાં ગઈકાલે ભગવંત માન સાહેબનો મોટો રોડ શો યોજાયો હતો, જેમાં હજારો લોકો જોડાયા હતા અને રોડ શો બાદ ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ ભગવંત માન સાહેબની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી.
ભરૂચ : આમ આદમી પાર્ટીની પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. ભાવનગરમાં ગઈકાલે ભગવંત માન સાહેબનો મોટો રોડ શો યોજાયો હતો, જેમાં હજારો લોકો જોડાયા હતા અને રોડ શો બાદ ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ ભગવંત માન સાહેબની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. ભાવનગરમાં લોકોનો પ્રેમ અને સમર્થન જોઈને ભગવંત માન સાહેબે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને આજે ભગવંત માન સાહેબે ભરૂચ લોકસભામાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા સાથે વિશાળ રોડ શો કર્યો હતો જેમાં હજારો લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
આ સમગ્ર રોડ શો દરમિયાન આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબની સાથે સાથે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, કાર્યકારી પ્રમુખ જગમાલભાઈ વાળા, ડો. જ્વેલબેન વસરા, કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણભાઈ રામ, યુવા પ્રદેશ પ્રમુખ બ્રીજરાજસિંહ સોલંકી, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા, પ્રદેશ મંત્રી અજીતભાઇ લોખીલ, પ્રદેશ પ્રવક્તા કરણભાઈ બારોટ, પ્રદેશ પ્રવક્તા હિમાંશુભાઈ ઠક્કર, પ્રદેશ ખજાનચી કિરણભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન દેસાઈ, પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઇ વસાવા, પ્રદેશ કાર્યાલય ઈન્ચાર્જ અનુપભાઈ શર્મા, અમદાવાદ શહેર પ્રમુખ બિપીનભાઈ પટેલ, માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણભાઈ દેસાઈ, હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદભાઈ પરમાર, એસસીએસટી સેલના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ચાવડા, એડવોકેટ સેલ જુનેજા લીગલ તથા પ્રદેશ આગેવાનો, ભરૂચ અને નર્મદાના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ રોડ શોમાં ભગવંત માન સાહેબે ભરૂચની હજારો જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, ચૈતરભાઈ વસાવા માટે આજે ભરૂચમાં જે વાતાવરણ છે, તેવું વાતાવરણ મેં આજ સુધી પંજાબમાં પણ જોયું નથી. ભરૂચમાંથી એક નવી ક્રાંતિની ગાથા લખવાનું વાતાવરણ ઊભું છે. ભરૂચની જનતાએ ચૈતરભાઈ વસાવાને પ્રચંડ બહુમતીથી જીતાડવાનો નિર્ધાર કર્યો છે. અરવિંદ કેજરીવાલજીની ધરપકડ થઈ ગઈ છે, પરંતુ આજે બહાર જન્મેલા હજારો અને લાખો અરવિંદ કેજરીવાલની ધરપકડ કેવી રીતે કરશો? અરવિંદ કેજરીવાલની જેમ ચૈતરભાઈ વસાવા અને તેમની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી હતી. સત્તામાં રહેલા લોકોએ વિચાર્યું કે ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરીને તેમને દબાવી દેવામાં આવશે. પરંતુ ચૈતરભાઈ વસાવા હવે પરત ફર્યા છે અને હવે વિરોધીઓને જડબાતોડ જવાબ મળશે. જ્યારે જુલમનું તોફાન વધે છે, ત્યારે તેમને ઝાડુંથી સાફ કરવામાં આવે છે. ભરૂચ લોકસભાની તમામ જનતાએ 7મીએ ઝાડુંનું બટન દબાવવાનું છે.
અરવિંદ કેજરીવાલજીએ ભરૂચની જનતાને સંદેશ આપ્યો છે કે આ ચૂંટણીમાં ભરૂચની જનતા ચૈતરભાઈ વસાવા સાથે ચટ્ટાનની જેમ ઉભી રહે. અમે પંજાબમાં 117માંથી 92 બેઠકો જીતી છે અને તેમાંથી 80 એવી બેઠકો છે જ્યાં લોકો પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. અને તેમાંના ઘણા યુવાનો 30 વર્ષથી ઓછી ઉંમરના છે. આવા નાના યુવાઓએ મોટા નેતાઓને હરાવ્યા. કારણ કે જ્યારે જનતા નિર્ણય લે છે ત્યારે આવા જ પરિણામો આવે છે. જનતા ઈચ્છે તો કોઈને પણ સિંહાસન પર બેસાડી શકે છે અને કોઈને પણ જમીન પર બેસાડી શકે છે.
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી કે હવે દિલ્હીમાં 80 હજાર નવા વૃદ્ધોને પણ પેન્શન આપવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં જનતા સાથે 'રેવડી પર ચર્ચા' શરૂ કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જનતાના પૈસા, જનતાના પૈસા, તેના પર જનતાનો અધિકાર પણ જનતાનો છે. જો ભાજપ દિલ્હીમાં આવશે તો જનતા માટે ઉપલબ્ધ 6 રેવડીઓ બંધ કરશે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મુખ્યમંત્રી આતિશને મોટી રાહત મળી છે. કોર્ટે આતિશી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.