વડોદરામાં ત્રિ-દિવસીય મિલેટ્સ મહોત્સવનો શુભારંભ
વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત ત્રિ-દિવસીય મિલેટ્સ મહોત્સવ ૦૩ માર્ચ સુધી સાંજે ૪ થી રાત્રે ૧૦ કલાક સુધી આ મિલેટ એક્સ્પો ચાલશે, જ્યાં પ્રદર્શન સહ વેચાણ માટેના ૫૦ સ્ટોલ છે.
વડોદરા : વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત ત્રિ-દિવસીય મિલેટ્સ મહોત્સવને મેયર શ્રીમતી પિન્કીબેન સોનીએ શહેરીજનો માટે ખુલ્લો મૂક્યો હતો. તા. ૦૩ માર્ચ સુધી સાંજે ૪ થી રાત્રે ૧૦ કલાક સુધી આ મિલેટ એક્સ્પો ચાલશે, જ્યાં પ્રદર્શન સહ વેચાણ માટેના ૫૦ સ્ટોલ છે.
મેયર શ્રીમતી પિન્કીબેન સોનીએ ઉપસ્થિત સૌને દૈનિક આહારમાં મિલેટ્સનો સમાવેશ કરવાનો અનુરોધ કરી ‘મિલેટ્સ ફોર ઈન્ડિયા, મિલેટ્સ ફોર હેલ્થ’ સૂત્રનું ઉચ્ચારણ કર્યું હતું. મિલેટ્સ એ માનવજાત અને પર્યાવરણ બંને માટે સ્વાસ્થ્યકારક છે, તેમ જણાવી તેમણે યુવા પેઢીને જંક ફૂડથી દૂર થઈને શ્રી અન્ન સમાવિષ્ટ આહારશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજે સમગ્ર વિશ્વ મિલેટ્સનું મહત્વ જાણે છે, ત્યારે જાડુ ધાન્ય તો આપણી કૃષિપ્રધાન દેશની સંસ્કૃતિ અને પરંપરા છે, તેમ જણાવી શ્રીમતી સોનીએ ભારતના સ્વાસ્થ્ય વૈભવની વાત કરી હતી. મિલેટ્સ મહોત્સવ જેવા સાર્થક આયોજન થકી નવી પેઢી શ્રી અન્નના ફાયદાઓ અને ગુણોથી જાગૃત થશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબેન મહિડાએ પણ શ્રી અન્નને લોકોની સુખાકારી અને ખેડૂતોની આર્થિક સદ્ધરતાનો પાયો ગણાવ્યું હતું. મિલેટ ક્રાંતિ માટે તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા જણાવ્યું હતું કે, શ્રી અન્ન એ આજના સમયની જરૂરિયાત છે. આજની પેઢી વજન ઘટાડવા અને ફીટ રહેવા માટે ડાયટ પાછળ ખૂબ ખર્ચ કરે છે, પરંતુ અનેક પોષક તત્વોથી ભરપૂર એવા જાડા ધાન્યથી તેઓ અજાણ છે. શ્રીમતી મહિડાએ શહેરીજનોને આ મિલેટ્સ મહોત્સવ દરમિયાન સ્ટોલની મુલાકાત લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
"રાજકોટમાં 15 વર્ષથી નકલી ડોક્ટર હરેશ મારૂએ બોગસ પ્રેક્ટિસ કરી લોકોના જીવ સાથે રમત રમી. એસઓજી પોલીસની ધરપકડથી ખળભળાટ. વાંચો સંપૂર્ણ ઘટનાની વિગતો."
"ગુજરાતના જૂનાગઢમાં નકલી નોટ છાપનાર ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાયા. રાજકોટની આંગડિયા પેઢીમાંથી 12 નકલી નોટો મળી, જેની તપાસમાં પ્રિન્ટિંગ મશીન અને કાગળ બરામદ થયા. જાણો આ ગુનાની સંપૂર્ણ વિગતો."
"અમદાવાદની VS હોસ્પિટલમાં ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. કરોડો રૂપિયાની ગેરરીતિ, એક ડોક્ટર સસ્પેન્ડ અને 8 કોન્ટ્રાક્ટ ડોક્ટરો બરખાસ્ત. જાણો ક્લિનિકલ ટ્રાયલના નિયમો અને આ ઘટનાની સંપૂર્ણ વિગતો."