ચાણસ્માના સરસાવ તેમજ વસાઇપુરા ગામે ત્રણ મકાનોને નિશાન બનાવતા તસ્કરો
પોલીસ ચાણસ્મામાં ઘરફોડ ચોરીઓ, કેસમાં ડોગ સ્કાઉન્ડ્રેલ્સની તપાસ કરી રહી છે.
(રિપોર્ટર નિખિલ જોશી)પાટણ બ્યુરો: ચાણસ્મા તાલુકાના સરસાવ તેમજ વસાઈપુરા ગામે ગતરોજ રાત્રે ના સુમારા દરમિયાન સરસાવ ગામે બે મકાનો તેમજ વસાઈપુરા ગામે એક મકાનને કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા નિશાન બનાવી રોકડ રકમ તેમજ સોના ચાંદીના ઘરેણા લઈ રફુચક્કર થઈ જવા પામ્યા હતા જેની જાણ મકાન માલિકો દ્વારા ચાણસ્મા પોલીસને કરાતા ચાણસ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કોડ ની મદદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સરસાવ ગામે રહેતા બાબુભાઈ સોમાભાઈ પરમાર છેલ્લા કેટલાક દિવસોથી પાટણ રહેતા હોય સરસાવ ગામની અંદર આવેલ પોતાનું માલિકીનું મકાન બંધ હોય તેમાં ગતરોજ રાત્રિના 11:00 વાગ્યાના સુમારે અજાણ્યા તસ્કરો દ્વારા મકાનનું તાળું તોડી અંદર આવેલ તિજોરીમાંથી એક સોનાની વીંટી કિંમત રૂપિયા 15000 ચાંદીના ઝુડા નંગ ત્રણ કિંમત રૂપિયા 15000 તેમજ તિજોરીના અંદરના ભાગે આવેલ ખાનામાંથી રોકડા 42,000 તેમજ માટી ના ગલ્લામાંથી પંદરસો રૂપિયાની ચોરી કરી બાજુમાં રહેતા ભોગીભાઈ ખુશાલભાઈ પરમાર ના મકાનમાંથી એક સોનાનો પોણા તોલાનો દોરો કિંમત રૂપિયા 20,000 એક ચાંદીનો શેરો કિંમત રૂપિયા 10,000 બે જોડ ચાંદીની ઝાંઝર કિંમત રૂપિયા 7000 તેમજ ચાંદીના સિક્કા કિંમત રૂપિયા 400 મળી કુલ ૪૦ હજારની મુદ્દામાલની ચોરી થવા પામી હતી તેમજ બાજુમાં આવેલ વસાઈપુરા ગામે પણ હિતેશભાઈ કાંતિભાઈ પટેલના ત્યાં પણ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે જે બાબતની જાણ વહેલી સવારે મકાન માલિકોને થતા તેઓએ ચાણસ્મા પોલીસ મથકે જાણ કરાતા ચાણસ્મા પોલીસ દ્વારા ડોગ સ્કોડ ની મદદ લઈ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.