હિમાચલ પ્રદેશના ચમ્બામાં દુખદ અકસ્માત, પોલીસ વાન ખાડામાં પડી, 6 જવાનનાં મોત
હિમાચલ પ્રદેશના ચમ્બામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 પોલીસકર્મીઓના મોત થયા છે. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસકર્મીઓને લઈ જતું વાહન તીસા-બેરાગઢ રોડ પર તરવાઈ પુલ પાસે ખાડામાં પડી ગયું હતું.
હિમાચલ પ્રદેશના ચમ્બામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 પોલીસકર્મીઓના મોત થયા છે. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસકર્મીઓને લઈ જતું વાહન તીસા-બેરાગઢ રોડ પર તરવાઈ પુલ પાસે ખાડામાં પડી ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કારમાં 11 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. મૃતકોમાં 6 પોલીસકર્મી અને વાહન ચાલકનો સમાવેશ થાય છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તીસાના તરવાઈમાં ટેકરી પરથી એક પથ્થર સીધો ડ્રાઈવરની ગરદન પર પડ્યો હતો. ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને વાહન એકદમ ઢોળાવ પરથી બૈરા નદીમાં ખાબક્યું હતું. તે જ સમયે, આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ 4 પોલીસકર્મીઓની હાલત ગંભીર છે. મૃતકોની ઓળખ સબ ઈન્સ્પેક્ટર રાકેશ, હેડ કોન્સ્ટેબલ પ્રવીણ ટંડન, કોન્સ્ટેબલ કમલજીત, સચિન અને અભિષેક શામિલ તરીકે થઈ છે. આ અકસ્માતમાં ડ્રાઈવર ચંદુ રામનું પણ મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓની ઓળખ કોન્સ્ટેબલ અક્ષય, લોકેશ, સચિન, હેડ કોન્સ્ટેબલ રાજીન્દ્ર તરીકે થઈ છે.
અકસ્માત સર્જનાર વાહન ટેસાથી બૈરાગઢ તરફ જઈ રહ્યું હતું. ચારેય ઘાયલોને ટીસા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશ પોલીસની સેકન્ડ ઈન્ડિયન રિઝર્વ બટાલિયન (IRB)ના સૈનિકો પણ પીડિતોમાં સામેલ છે. બચાવ ટુકડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
સીએમ સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું, 'ચંબા જિલ્લાના તીસા-બૈરગઢ રોડ પર આજે સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં પોલીસ કર્મચારીઓના મોતના દુઃખદ સમાચાર મળ્યા છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના. ઘાયલોને તમામ સંભવ મદદ કરવા માટે જિલ્લા પ્રશાસનને સૂચના આપવામાં આવી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ ન પૂરી શકાય તેવી ખોટ સહન કરવાની શક્તિ આપે.
"મુંબઈમાં ૯૦ વર્ષ જૂના જૈન મંદિરના ધ્વંસથી જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. BMC ની કાર્યવાહી અને ધાર્મિક સંવેદનશીલતાનો મુદ્દો જાણો."
મધ્ય પ્રદેશની BJP MLA ઉષા ઠાકુરે લોકતંત્રને વેચનારા લોકોને ઊંટ, ઘેટા-બકરાં, કુતરા અને બિલાડાના રૂપમાં પુનર્જન્મ લેતા કહ્યા છે. આ નિવેદન વિવાદનું કેન્દ્ર બન્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની 800 કરોડની સંપત્તિ પર સીલ લગાવવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં આ મોટી કાર્યવાહી જાણો.