ડાકોર ગોધરા રેલ્વે ટ્રેક પર 15 મિનિટમાં ટ્રેન લૂંટ: લુટાળુઓએ 5 મુસાફરો પાસેથી 3.20 લાખની લૂંટ કરી
ડાકોર ગોધરા રેલ્વે ટ્રેક પર ટ્રેન લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી જ્યારે લૂંટારુઓના ટોળાએ માત્ર 15 મિનિટ માટે ટ્રેન રોકીને 5 મુસાફરો પાસેથી 3.20 લાખની લૂંટ ચલાવી હતી. પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. સંપૂર્ણ વાર્તા અને તપાસ અહીં વાંચો.
(પ્રતિનિધિ અશેષ વ્યાસ)ખેડા: ખેડા જિલ્લા ના ઠાસરા તાલુકા ના અંબાવ અંગાડી વચ્ચે લુટાળુ ટોળકી એ રાત્રે 1.30 વાગે રેલ્વે નો સિગ્નલ લોસ કરી ને ગાંધીધામ ઈન્દોર સુપર ફાસ્ટ ટ્રેન ને રોકી માત્ર પંદર મિનિટ માં અલગ અલગ મુસાફરો પાસે થી રોકડ રકમ સોનાની ચેઈન મોબાઈલ વગેરે મળી કુલ 3.20 લાખ ની લુટ કરી હતી. આ બનાવ ને લઈ સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચી ગયો હતો સુત્રો ના જણાવ્યા અનુસાર આ ટોળકી દ્વારા બધા કંપાર્ટમેન્ટ ની રેકી કરવામાં આવી હતી.
આ ટ્રેન મા મુસાફરી કરી રહેલા ગાંધીધામ ખાતે રહેતા 35 વર્ષિય મહિલા મુસાફર વર્ષાબેન મનોજભાઈ કોઠારે ની ગળામાં પહેરેલી આશરે 50 હજાર ની કિંમત ની ચેન લૂંટી અજાણ્યા ઇસમ ફરાર થઈ ગયા હતા તેણે હેલ્પ લાઈનમાં ફોન કરતા માલુમ પડ્યું હતું કે ટ્રેનના અન્ય કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો જેમાં ઉષાબેન લખમણ ભાઈ કોના રહે.અમદાવાદ અમરાઈવાડી ની હેન્ડબેગ મહેશભાઈ મહાવીર પ્રસાદ મંડોલીયા રહે.ગાંધીધામ ની બેગ જેમાં ૩૦ હજારની કિંમતના બે મોબાઈલ ફોન હતા તથા ભીષ્મ હદયરામ ત્રિપાઠી રહે.અમદાવાદ જેની બેગ મા કપડાં તથા સોનાની ચેઈ મળી ને 35 હજાર ની કિંમતની ચોરી થઈ અન્ય મુસાફરો જેમાં યુનુસ ભાઈ ની પત્નીનું પર્સ આમ કુલ મળી રૂપિયા 3.20 લાખ ની ચોરી કરવા મા આવી લુટાળુ ટોળકી એ આયોજન પુર્વક આ લુટ ચલાવી હતી જેમાં આ લુટ ની જગ્યા હાઈવે ને અડીને આવેલી છે જેથી લુટાળુ ને ભાગવા મા સરળતા રહે રાતે મોટા ભાગે મુસાફરો સુઈ ગયા હોય છે આ તક નો લાભ લઈ લુટ ને અંજામ આપી લુટાળુ ટોળકી ચોરી કરી અંધારા નો લાભ લઈ ફરાર થઈ ગયા હોય તેવી શંકા સેવાઈ રહેલી છે આણંદ પોલીસ ચોરી નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.