વડોદરા જિલ્લામાં વેગવંતુ બનતું હર ઘર તિરંગા અભિયાન
વડાપ્રધાન પ્રેરિત હર ઘર તિરંગા અભિયાનને વડોદરા જિલ્લામાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. હજારો સ્વાતંત્ર્ય વીરોના બલિદાન પછી મળેલી અમૂલ્ય આઝાદીનું મહિમા ગાન કરવા આઝાદી પર્વમાં પ્રત્યેક ઘરમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાય તે માટે વડોદરાના નાગરિકો આગળ આવી રહ્યા છે.
વડોદરા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત હર ઘર તિરંગા અભિયાનને વડોદરા જિલ્લામાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. હજારો સ્વાતંત્ર્ય વીરોના બલિદાન પછી મળેલી અમૂલ્ય આઝાદીનું મહિમા ગાન કરવા આઝાદી પર્વમાં પ્રત્યેક ઘરમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાય તે માટે વડોદરાના નાગરિકો આગળ આવી રહ્યા છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વિવિધ કાર્યક્રમ યોજી હર ઘર તિરંગા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે.
વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં બાળકો ઉપરાંત ગામના યુવાનો, વૃદ્ધો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયત દ્વારા થયેલા આયોજન પ્રમાણે ગામમાં તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે.
પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે વિવિધ વિષયો આધારિત નિબંધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ તો ચિત્ર સ્પર્ધામાં બાળકો અંદર રહેલી પ્રતિભા ખીલી ઉઠી હતી. બાળકો દ્વારા દેશભક્તિને લગતા આકર્ષક ચિત્રો દોરી તમામ ઘરોમાં તિરંગો લહેરાવવા સંદેશો આપ્યો હતો.
ભારતીય સંસ્કૃતિ મુજબ શુભ દિવસોમાં ઘર આંગણે રંગોળીનું પૂરણ કરવામાં આવે છે. તે જ રીતે આઝાદીનું પર્વ આવતું હોવાથી બાળકો દ્વારા વિવિધ રંગોળી પૂરી શાળાના પટાંગણ શણગાર્યા હતા.
દેશના રાષ્ટ્રીય પ્રતિક તિરંગાના સન્માનમાં દરેક નાગરિકને સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌને રજૂઆત કરવામાં આવી છે. સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, મંડળીઓ- સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, એ.પી.એમ.સી., ઘર, દુકાન તથા અન્ય વિસ્તારો સહીત વધુમાં વધુ સ્થળોએ રાષ્ટ્રધ્વજનું માન જળવાય તથા પુરા સન્માન સાથે તિરંગો લહેરાવાય તે માટે સૌને અપીલ કરવામાં આવી છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.