આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર ત્રિવસીય પ્લાન્ટ હેલ્થ મેનેજમેન્ટ વિષયક એન્યુઅલ કોન્ફરન્સ અને નેશનલ સિમ્પોઝીયમનો શુભારંભ
અ વે ફોરવર્ડ ફોર ફૂડ સેફટી, સિક્યુરીટી એન્ડ સસ્ટેઇનીબિલિટી” વિષયક આ ત્રિ દિવસીય સેમિનારમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ૩૫૦ જેટલા ડેલીગેટસ ભાગ લઈ રહ્યા છે
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કુલપતિશ્રી ડૉ. કે.બી.કથીરિયાના અધ્યક્ષસ્થાને ઇન્ડિયન સોસાયટી ઓફ માયકોલોજી એન્ડ પ્લાન્ટ પેથોલોજી, ઉદયપુર અને આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના સંયુક્ત ઉપક્રમે યોજાનાર ૪૨મી એન્યુઅલ કોન્ફરન્સ અને નેશનલ સિમ્પોઝીયમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
અ વે ફોરવર્ડ ફોર ફૂડ સેફટી, સિક્યુરીટી એન્ડ સસ્ટેઇનીબિલિટી” વિષયક આ ત્રિ દિવસીય સેમિનારમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ૩૫૦ જેટલા ડેલીગેટસ ભાગ લઈ રહ્યા છે.
આ પ્રસંગે કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે, લોકોમાં ફુડ સેફટી અને સિક્યુરીટી માટે જાગૃતતા આવે તે જરૂરી છે. હાલના સમયમાં પેસ્ટીસાઈડના વધુ પડતા ઉપયોગથી લોકો અનેક બિમારીઓનો શિકાર બની રહ્યા છે, ત્યારે યોગ્ય ફુડ સેફટી સ્ટાન્ડર્ડ હોવા પણ ખુબ જરૂરી છે. તેમણે આણંદ કૃષિ યુનિવર્સિટીની સિધ્ધિઓ વર્ણવતા જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટી નવા નવા પ્રયોગો અને સંશોધનો થકી દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નામના મેળવી રહી છે. ખેત ઉત્પાદનોની સાથે સાથે ફ્ળ-ફુલ પરના પ્રયોગોથી અનેક નવી જાતો વિકસાવી છે ખુબ જ સરાહનીય છે.
આ તકે કુલપતિશ્રીએ ઇન્ડિયન સોસાયટી ઓફ માયકોલોજી એન્ડ પ્લાન્ટ પેથોલોજીના ૫૦ વર્ષ પુર્ણ થવા પર શુભકામનાઓ પાઠવીને સોસાયટીની સુવર્ણ જયંતી નિમિત્તે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લઈ નવા નવા સંશોધનો હાથ ધરવા ઉપસ્થિતોને અપીલ કરી હતી.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ અને એમ.પી.યુ.એ.ટીના પુર્વ કુલપતિશ્રી ડૉ. એસ.એસ. ચહલે પ્લાન્ટ પેથોલોજીની વર્તમાન સ્થિતિ વિશે માર્ગદર્શન આપીને વાતાવરણને અનુકુળ ઇનોવેટીવ ટેકનોલોજી અપનાવવા પર ભાર મુક્યો હતો.
આ પ્રસંગે પ્લાન્ટ પેથોલોજી ડિપર્ટમેન્ટના પુર્વ અધ્યક્ષ ડૉ. એ.જે.પટેલે યુનિવર્સિટીની સ્થાપનાના સંસ્મરણો વાગોળ્યા હતા. ઇન્ડિયન સોસાયટી ઓફ માયકોલોજી એન્ડ પ્લાન્ટ પેથોલોજીના સેક્રેટરી ડૉ. એસ.કે.ભટનાગરે સોસાયટીની જાણકારી આપી હતી. ઇન્ડિયન સોસાયટી ઓફ માયકોલોજી એન્ડ પ્લાન્ટ પેથોલોજીના પુર્વ અધ્યક્ષ ડો. પી.કે. ચક્રવર્તીએ પ્લાન્ટ પેથોલોજીમાં આવનાર ટેકનોલોજી અંગે વિચારો રજુ કર્યા હતા. આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ ડાયરેક્ટર અને પીજી સ્ટડીઝના ડીન ડૉ. એમ.કે.ઝાલાએ યુનિવર્સિટીએ મેળવેલ સિધ્ધિઓની ઝાંખી કરાવીને ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમોની વિગતો આપી હતી.
આ શુભારંભ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો તેમજ પ્લાન્ટ પેથોલોજી ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સંશોધકોનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. તેમજ “સોવેનીયર & એબ્સ્ટ્રેક્ટસ” બુકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં બં.અ. કૃષિ મહાવિદ્યાલયના ડીન ડૉ. વાય.એમ.શુક્લાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું, જ્યારે કાર્યક્રમના અંતે બં.અ. કૃષિ મહાવિદ્યાલયના ઓર્ગેનાઇજીંગ સેક્રેટરી ડૉ. આર. જી. પરમારે આભારવિધિ કરી હતી.આ શુભારંભ કાર્યક્રમમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવેલા વૈજ્ઞાનિકો, પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ત્રિ દિવસીય કોન્ફરન્સમાં વૈજ્ઞાનિકો, પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓ પ્લાન્ટ હેલ્થ મેનેજમેન્ટના વિવિધ પાસાઓ ઉપર પોતાના વિચારો અને મંતવ્યો રજુ કરશે. જેના થકી કૃષિ ઉત્પાદનમાં એક મોટું સમસ્યારૂપ પરીબળ એવા “પ્લાન્ટ હેલ્થ” વ્યવસ્થાપન માટેના ભાવિ આયોજનમાં મદદ મળશે.
તંદુરસ્ત પાક વ્યવસ્થાપનની સમસ્યાના પડકાર અને ભવિષ્યમાં તેની સામે કેવી રીતે વ્યૂહરચના અપનાવવી તેને ધ્યાનમાં રાખી આ કોન્ફરન્સમાં જુદી જુદી ૧૦ તાંત્રિક બેઠકો યોજાશે. આ બેઠકોમાં ઈમર્જિગ એન્ડ ઈનોવેટીવ ટેકનોલોજીસ, સીડ હેલ્થ ઈન ફૂડ સિક્યુરિટી, મિલેટસ પેસ્ટ, ડીસીઝ એન્ડ ધેર મેનેજમેન્ટ, બાયોટેકનોલોજીકલ એપ્રોચ, એન્ડોફાયટસ એન્ડ બાયોલોજીકલ એજન્ટસ, નેનો ટેકનોલોજી ફોર પ્લાન્ટ હેલ્થ અને મોલીક્યુલર પ્લાન્ટ પેથોલોજી જેવા વિષયો ઊપર ઉપસ્થિત મહાનુભાવો તેમના વિચારો રજુ કરશે.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,