કેનેડામાં બસ સાથે ટ્રકની ટક્કર, 15 લોકોના મોત
બસમાં સવાર લોકો કેસિનોમાં જઈ રહ્યા હતા ત્યારે બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. વિનીપેગથી 170 કિમી દૂર મેનિટોબામાં આ અકસ્માત થયો હતો.
કેનેડામાં એક ભયંકર માર્ગ અકસ્માતમાં 15 લોકોના દર્દનાક મોત થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના વૃદ્ધ હતા. મળતી માહિતી મુજબ ટ્રકે મિની બસને ટક્કર મારતાં આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ, બસમાં સવાર તમામ યાત્રીઓ કેસિનો માટે સફર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માત કેનેડામાં તાજેતરના સમયમાં થયેલા મુખ્ય માર્ગ અકસ્માતોમાંનો એક છે. વિનીપેગના કેનેડાના ફ્રી પ્રેસ અખબાર અનુસાર, આ અકસ્માત વિનીપેગથી 170 કિમી પશ્ચિમમાં દક્ષિણ-પશ્ચિમ મેનિટોબામાં કારબેરી નગર પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ અકસ્માત થયો તે બે મુખ્ય રસ્તાઓનું જંકશન હતું.
એએ ઘટના વિષે જણાવતા મેનિટોબા પોલીસના આસિસ્ટન્ટ કમિશનર રોબ હિલે કહ્યું હતું કે અકસ્માતમાં 15 લોકોના મોત થયાની જાણ થઈ છે. તેમણે એક પ્રેસમીટમાં જણાવ્યું હતું કે ખુબજ દુઃખની વાત એ છે કે આ એક એવો દિવસ છે જેને એક ખરાબ દુર્ઘટના તરીકે યાદ કરવામાં આવશે. રોબ હિલે જણાવ્યું હતું કે બસમાં લગભગ 25 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં મોટા ભાગના વૃદ્ધ લોકો હતા.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, 'આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરું છું.
ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા માટે એક મહત્વપૂર્ણ પગલામાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો સાથેની દક્ષિણ સરહદ પર 1,500 સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારે, તેમના વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દાને સંબોધવા માટેના પગલાં સહિત નિર્ણાયક નીતિઓ લાગુ કરવામાં કોઈ સમય બગાડ્યો નહીં. આ મહત્વપૂર્ણ ક્ષણ દરમિયાન, ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા યુ.એસ.માં હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે સત્તાવાર રીતે શપથ લીધા હતા, જે 2020ની ચૂંટણીમાં હારી ગયા બાદ રાષ્ટ્રપતિ પદ પર પાછા ફર્યા હતા. ટ્રમ્પ અગાઉ 2017 થી 2021 સુધી 45મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.