ચા પીતા અચાનક હાર્ટ અટેક આવતાં ટ્રક ડ્રાઈવરનું મોત
ગુજરાતનાં મહેસાણામાં વધુ એક હાર્ટ અટેક આવવાથી વ્યક્તિનું મોત થવાની ઘટનાનું જાણવા મળયું છે. છેલ્લા ઘણાં દિવસોથી હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં મહેસાણામાં બહુચરાજી પાસે હાર્ટ એટેક આવવાના કારણે એક ટ્રક ડ્રાઈવરનું મૃત્યુ થયું છે.
આ ઘટના એવી છે કે, ચા પિતા સમયે અચાનક્જ ટ્રક ડ્રાઇવર હેમંત નીચે ઢળી પડ્યો પડ્યો હતો. જ્યારબાદ તેની તબીબી તપાસ કરવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લા થોડાંજ દિવસોમાં ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કેસોમાં વધારો થયો છે. આ ડ્રાઇવર મુંબઈથી બહુચરાજી આવેલા હતા અને મોત થયું છે.
રાજ્યમાં ગઈકાલે પણ ત્રણ જેટલાં હાર્ટ એટેકની ઘટના સામે આવતાં લોકોમાં ભયનો માહોલનું વાતાવરણ ફેલયેલું છે. આ બનાવ પાટણ જિલ્લામાં બન્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં હારીજમાં એક વ્યક્તિનું હાર્ટ એટેક થી મોત થયું છે. તો બીજી તરફ ઘટનામાં રાજકોટમાં હાર્ટએટેકથી લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચિન મણિયારનું મોત થયું છે તો રાજકોટમાં લગ્નપ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. હાલમાં આ પ્રકારની ઘટના ઘણી વધી રહી છે.
ગત વર્ષની સરખામણીમાં રાજ્યમાં ચાલુ વર્ષે એપ્રિલમાં 108 ઇમરજન્સી કેસના આંકડાની માહિતીમાં ચોકાવનારો ખુલાસો થયો છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કાર્ડિયાકના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલમાં 1458 કાર્ડિયાકના કેસ નોંધાયા જે ગત વર્ષે 1131 કેસ જ હતા. 2021ના એપ્રિલમાં તો કાર્ડિયાકના માત્ર 280 કેસ જ નોંધાયા હતા. એટલે રાજ્યમાં બે વર્ષમાં કાર્ડિયાકના કેસમાં 420 ટકાનો ચિંતાજનક વધારો થયો છે. જ્યારે ડબલ ઋતુના લીધે એપ્રિલમાં સખત તાવના 776 કેસ 108 માં નોંધાયા છે.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,