ટ્વિટરનું નવું ફીચર, હવે તમે 10,000 અક્ષરોમાં ટ્વીટ કરી શકશો, બોલ્ડ અને ઇટાલિક ટેક્સ્ટનો વિકલ્પ પણ મળશે
મર્યાદિત અક્ષરો પોસ્ટ કરવા સક્ષમ હોવાને કારણે જે વપરાશકર્તાઓ માટે સતત શબ્દોની જગ્યા ઓછી રહે છે, તેમના માટે બ્લુ સબસ્ક્રિપ્શન એક પસંદગીનો વિકલ્પ સાબિત થઈ શકે છે
બ્લુ સબસ્ક્રિપ્શન સાથે લોકપ્રિય માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરના પેઈડ યુઝર્સ હવે 10,000 અક્ષરો સુધી ટ્વિટ કરી શકશે. વધેલા અક્ષરોની ક્ષમતા સાથે,વપરાશકર્તા બોલ્ડ અને ત્રાંસા દ્વારા ટેક્સ્ટને ફોર્મેટ કરી શકે છે. જો કે, અન્ય મુખ્ય સુવિધાઓની જેમ, આ પણ ફક્ત ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ માટે જ હશે. મર્યાદિત અક્ષરો પોસ્ટ કરવા સક્ષમ હોવાને કારણે જે વપરાશકર્તાઓ માટે સતત શબ્દોની જગ્યા ઓછી રહે છે, તેમના માટે બ્લુ સબસ્ક્રિપ્શન એક પસંદગીનો વિકલ્પ સાબિત થઈ શકે છે.
ટ્વિટર બ્લુનું હેલ્પ સેન્ટર પેજ જણાવે છે કે દરેક વ્યક્તિ લાંબી ટ્વીટ જોઈ શકે છે. પરંતુ માત્ર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ જ તેને બનાવી શકે છે. આ સાથે, યુઝર્સ હવે મોટી પોસ્ટ સાથે અલગ-અલગ સ્ટાઇલ ફોન્ટ્સનો ઉપયોગ કરી શકશે. આ સિવાય યુઝર્સને પોસ્ટ (બોલ્ડ અને ઇટાલિક) બનાવવાનો વિકલ્પ પણ મળશે. Twitterએ લખ્યું અમે Twitter પર લેખન અને વાંચનનો અનુભવ સુધારી રહ્યા છીએ! આજથી, Twitter હવે બોલ્ડ અને ઇટાલિક ટેક્સ્ટ ફોર્મેટિંગ સાથે 10,000 અક્ષરો સુધીનું લખાણ લખી શકાસે.
યુટ્યુબની તર્જ પર તેઓ ટ્વીટથી પણ કમાણી કરી શકશે. મુદ્રીકરણ સુવિધા હેઠળ, વપરાશકર્તાઓ તેમના અનુયાયીઓને સબ્સ્ક્રિપ્શન પ્લાન ઓફર કરી શકશે અને તે અનુયાયીઓ પાસેથી તેમના ટેક્સ્ટ અને વિડિયો જોવા માટે ચાર્જ વસૂલશે. ભારતમાં ટ્વિટર બ્લુ માટે મોબાઈલ યુઝર્સે 900 રૂપિયા અને વેબ યુઝર્સે 650 રૂપિયા પ્રતિ માસ ચૂકવવા પડશે.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC બેંકે હવે FD પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.