મુખ્યમંત્રીના હસ્તે સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત બે દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આવેલી સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત બે દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ કરાવ્યો છે. આ ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'ખેલેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા, ઓર આગે બઢેગા ઇન્ડિયા' ના સૂત્રને ચરિતાર્થ કરવા આ ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું આયોજન કરવા બદલ પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશનને અભિનંદન પાઠવ્યા હતા.
આ કોમ્પિટિશનમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓ- ખેલાડીઓને સંબોધતા કહ્યું કે, જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે દરેક વિદ્યાર્થીઓએ કોઈને હરાવવા માટે નહીં પણ જીતવાના ઉદ્દેશ સાથે રમવાનું છે.
મુખ્યમંત્રીશ્રીએ ૨૦૩૬માં યોજાનારી ઓલિમ્પિક્સ ગેઇમ્સનું આયોજન ગુજરાતમાં થાય તે માટેની તૈયારીઓ શરૂ કરી લીધી છે તેની પણ વિગતો આપી હતી. આ પ્રસંગે પદ્મશ્રી, અર્જુન એવોર્ડ અને મેજર ધ્યાનચંદ્ર એવોર્ડ વિજેતા શ્રી ગીત શેઠીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા કહ્યું કે, દરેક વિદ્યાર્થીઓ-ખેલાડીઓને જે સ્પોર્ટ્સમાં રુચિ છે એ સ્પોર્ટ્સને ખુબ પ્રેમ કરવો જોઈએ અને તેમાં જરૂરથી આગળ વધવું જોઈએ. દરેક વિદ્યાર્થીઓએ હાર્ડવર્ક સાથે પોતાની ટેલેન્ટનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. જો તમે પોતાની ટેલેન્ટ દેખાડવા માટે સક્ષમ નહીં બનો તો એ ટેલેન્ટ તમારી નિષ્ફળ સાબિત થશે.
આ દ્વિ-દિવસીય રમત-ગમત સ્પર્ધામાં ૬ જેટલી રમતોમાં ૧૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ, ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન સાથે સંકળાયેલા શ્રી જીગર શાહ, શ્રી વિવેકભાઈ કપાસી તેમજ ૨૧ થી વધુ સ્કૂલના પ્રિન્સિપાલ, ટીચર્સ, કોચ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.