ડેડીયાપાડા તાલુકામાં ફાંસો અને સાગબારા તાલુકામાં ઝેરી દવા પી બે મહિલાઓએ આપઘાત કર્યો
સામોટ ગામની ઘટનામાં પત્નીને આપઘાત માટે ત્રાસ આપી પતિએ મજબૂર કરતા આ પગલું ભર્યું હોવાની ફરિયાદ દાખલ થતા પતિ વિરૂદ્ધ ગુનો દાખલ.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં આપઘાતની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં બે મહિલાઓએ આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સામોટ ગામમાં આશાબેન અમીષભાઇ વસાવા ઉ.વ.૨૬ નાઓએ તા.૨૫/૦૯/૦૨૩ પોતાના રહેણાંક ઘરે કોઇ અગમ્ય કારણસર ધરમા વચ્ચેના ભાગે આવેલ આડા વળીયામા દોરડુ બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો છે.
જોકે સામોટ ગામની આ ઘટના માં મરનાર આશાબેનને તેમના પતિ અમિષભાઈ સેસરીયાભાઈ વસાવા નાઓ છેલ્લા ત્રણ -ચાર વર્ષથી અવાર-નવાર દારૂ પી મારઝુડ કરી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા અને તેમને મરવા માટે મજબુર કરતા મરણ ત્રાસથી કંટાળી જઈ આપઘાત કર્યો હોવાનો ગુનો દાખલ થતા પોલીસે પતિ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજો બનાવ સાગબારા તાલુકાના પાડી ગામમાં બન્યો જેમાં પ્રભાવતીબેન ધારાસીંગભાઇ વસાવા ઉ.વ.-૨૦ રહે.સેવલાણ,તા.ઉમરપાડા,જીલ્લો સુરત નાઓએ તા.૨૫/૦૯/૨૦૨૩ ના રોજ કોઇ અગમ્ય કારણસર પાડી ગામે પોતાની જાતે ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર સાગબારા સરકારી દવાખાનામા કરાવી વધુ સારવાર માટે સીવીલ હોસ્પીટલ રાજપીપલા ખાતે રીફર કરતા સારવાર દરમ્યાન ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હોય ઉપરોક્ત બંને આપઘાતની ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.