UP: તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ભયનો માહોલ
તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ યુપીના આગ્રામાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આગ્રાઃ યુપીના આગ્રાથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગ્રાના તાજમહેલને આજે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. ACP તાજ સુરક્ષા સૈયદ અરીબ અહેમદનું કહેવું છે કે પ્રવાસન વિભાગને ઈમેલ મળ્યો છે. તેના આધારે તાજગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. વધુ તપાસ હાથ ધરી છે.
દિલાહીની નજીક ત્રિવેણી એક્સપ્રેસમાં આગ લાગી. ટ્રેનમાં આગ લાગ્યા બાદ ધુમાડો નીકળતો જોઈને મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
ઉત્તર પ્રદેશમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં છેતરપિંડી કરતા બિલ્ડરો પર કડક નજર રાખવા માટે, UP RERA એ નવા નિયમો લાગુ કર્યા છે, જેમાં ત્રિમાસિક રિપોર્ટ અને નિરીક્ષણ ફીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
યોગી સરકારે યુપીના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. યોગી સરકારે 31 ઓક્ટોબરની સાથે વધુ એક રજા આપી છે.