યુપીએલને ત્રીજી વખત ક્લેરીવેટ સાઉથ એશિયા ઇનોવેશન એવોર્ડ 2023 મળ્યો
વૈશ્વિક સ્તરની ટકાઉ કૃષિ સોલ્યુશન્સ પ્રોવાઇડર યુપીએલ લિમિટેડ (એનએસઇ: યુપીએલ બીએસઇ: 512070 LSE: UPLL)ને ટોચના ઈનોવેટર તરીકે ત્રીજી વખત એગ્રીબિઝનેસમાં સાઉથ એશિયા ઇનોવેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
વૈશ્વિક સ્તરની ટકાઉ કૃષિ સોલ્યુશન્સ પ્રોવાઇડર યુપીએલ લિમિટેડ (એનએસઇ: યુપીએલ & બીએસઇ: 512070 LSE: UPLL)ને ટોચના ઈનોવેટર તરીકે ત્રીજી વખત એગ્રીબિઝનેસમાં સાઉથ એશિયા ઇનોવેશન એવોર્ડથી સન્માનિત
કરવામાં આવી છે.
એવોર્ડ માટેનું મૂલ્યાંકન પેટન્ટ વોલ્યુમ (પબ્લિશ થયેલ પેટન્ટ) તથા પેટન્ટ ગુણવત્તા (સફળતા દર, વૈશ્વિકીકરણનું સ્તર તથા અવતરણો) માટેનાં માપદંડો દ્વારા સંચાલિત છે. આ સિદ્ધિ 1400થી વધુ પેટન્ટ અને 14000 રજીસ્ટ્રેશન્સ સાથે ટકાઉ અને ખાદ્ય-સુરક્ષિત ભવિષ્યમાં યોગદાન આપવા માટે પરિવર્તનશીલ ઇનોવેશન માટેની યુપીએલની લાંબાગાળાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
ગ્લોબલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હેડ ડૉ. વિશાલ એ. સોઢાએ કહ્યું કે, “યુપીએલ ખાતે અમે માનીએ છીએ કે ઇનોવેશન વાસ્તવિકરૂપે પ્રભાવ પેદા કરવામાં નિર્ણાયક છે. અમને આનંદ છે કે ટકાઉ ટેક્નોલોજીકલ વિકાસને વધારવા અને ખેડૂત કેન્દ્રિત સોલ્યુશન્સને આગળ ધપાવવા પ્રત્યેની અમારી સતત પ્રતિબદ્ધતાને ત્રીજી વખત ક્લેરીવેટ સાઉથ એશિયા ઇનોવેશન એવોર્ડ દ્વારા માન્યતા મળી છે. અમારા સતત રિસર્ચ અને ડેવલપમેન્ટ દ્વારા અમે આવનાર પેઢીઓ માટે સ્થિતિસ્થાપક, સમૃદ્ધ તથા ટકાઉ કૃષિ પ્રણાલીનું નિર્માણ કરીશું.”
આ એવોર્ડ યુપીએલને ભારત સરકાર તરફથી પેટન્ટ્સ, ડિઝાઇન્સ તથા ટ્રેડમાર્ક્સનાં કંટ્રોલર જનરલ ડૉ. ઉન્નત પી. પંડિત દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. ક્લેરીવેટે જુલાઇ 28, 2023નાં રોજ ભારતમાં મુંબઇ ખાતે યોજવામાં આવેલ ઇનોવેશન ફોરમમાં વિજેતાઓની ઘોષણા કરી હતી. સાઉથ એશિયામાં ટોચના ઇનોવેટર્સ પસંદ કરવા માટેની પદ્ધતિમાં દરેક પેટન્ટ વિચારની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે ગ્લોબલ ઇન્વેન્શન ડેટાના સંપૂર્ણ તુલનાત્મક વિશ્લેષણનો, તેમની ઇનોવેટીવ ક્ષમતા સાથે સીધા જ જોડાયેલા પગલાંનો ઉપયોગ અને ડર્વેન્ટ વર્લ્ડ પેટન્ટ ઈન્ડેક્સ અને ડર્વેન્ટ પેટન્ટ્સ સાઇટેશન ઇન્ડેક્સમાંથી ડેટાનાં વિશ્લેષણનો સમાવેશ થાય છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.