યુપીએલ SAS એ ભારતમાં શેરડીની ટકાઉ અને ઉત્પાદકીય ખેતીને પ્રોત્સાહન આપવા ઓલમ એગ્રી સાથે ભાગીદારી કરી
યુપીએલ SAS અને ઓલમ એગ્રી સંયુક્તપણે શાશ્વત મિઠાશ પહેલનો અમલ કરીને ઉત્પાદકતામાં 15 ટકા વૃદ્ધિની ખાતરી કરશે, આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પાણીના વપરાશમાં 30 ટકા અને ખાતરના વપરાશમાં 25 ટકા જેટલો ઘટાડો કરવાનો છે જે ટકાઉ શેરડીની ખેતીને સમર્થન આપશે.
યુપીએલ સસ્ટેઇનેબલ એગ્રીકલ્ચર સોલ્યુશન્સ લિમિટેડ (UPL SAS), જે સસ્ટેઇનેબલ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ અને સોલ્શન્સના ગ્લોબલ પ્રોવાઇડર છે, તેણે ;શાશ્વત મીઠાસ' પહેલ મારફતે
સમગ્ર ભારતભરમાં શેરડીના ચિંરતન અને ટકાઉ ઉત્પાદનને પ્રોત્સાહન માટે અગ્રણી ફૂડ એન્ડ એગ્રીબિઝનેસ સપ્લાયર્સ ઓલમ એગ્રી સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઓલમ સુગર મિલ (ચન્નેહટ્ટી-રાજગોલી, કોલ્હાપુર, મહારાષ્ટ્ર) સિંચિત વિસ્તારમાં પ્રતિ એકર ઉત્પાદકતામાં 15 ટકાની વૃદ્ધિ અને વધારાની આવક સાથે ખેડૂતોને ફાયદો પહોંચાડવાનો છે.
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય અસરકારક સિંચાઈ પદ્ધતિ અપનાવીને પાણીના વપરાશમાં 30 ટકાનો ઘટાડો અને ખાતરનો વપરાશ 25 ટકા ઘટાડીને પાકની ઉત્પાદકતામાં વૃદ્ધિ અને જમીનની ફળદ્રૂપતામાં સુધારો કરવાનો છે. આ ભાગીદારી મારફતે ખેડૂતોને સમાધાન અને સેવાના એક સંપૂર્ણ પેકેજ સાથે મદદ કરવામાં આવશે, જેમાં પ્રોન્યુટીવા (ProNutiva) પેકેજના ભાગ રૂપે યુપીએલની ક્લાઇમેટ-સ્માર્ટ ટેક્નોલોજી ZEBA, ઉત્તમ કૃષિ કામગીરી (GAP), મિકેનાઇઝેશનની તાલીમ, અને nurture.farm પ્લેટફોર્મની પહોંચી ઉપલબ્ધ કરાવીને મદદ કરવામાં આવશે.
સમાધાન અને દ્રષ્ટિકોણની અસરકારકતાની રજૂઆત માટે અત્યાર સુધીમાં 25 મોડેલ પ્લોટની સ્થાપના કરવામાં આવી છે.
યુપીએલ SASના સસ્ટેઇનેબિલિટી હેડ હર્ષલ સોનાવણે જણાવે છે કે: "યુપીએલ SAS ખાતે, અમે તમામ માટે એક હરિયાળું અને વધારે સમૃદ્ધ ભવિષ્યની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ કોમ્પ્રિહેન્સિવ પેકેજ ખેડૂતોને સુધારેલી ઉત્પાદકતા અને નફાકારકતા સાથે સશક્ત બનાવશે, તો બીજી બાજુ પર્યાવરણીય તંદુરસ્તીના ફાયદા પુરી પાડશે. બજારમાં શેરડીની અછતને દૂર કરી, આ ભાગીદારી પાક ઉત્પાદનના લાંબા ગાળાના ટકાઉપણાંને આગળ વધારી તમામને જીત અપાવવા માટે સજ્જ છે.
ઓલમ એગ્રીના બિઝનેસ હેડ ભરત કુંડલ જણાવે છે કે: “ઓલમ એગ્રી ખાતે ગ્લોબલ એગ્રીકલ્ચર અને ફૂડ સિસ્ટમની પુનઃકલ્પના એ અમારા પ્રયાસોના કેન્દ્રમાં છે. અમે દ્રઢપણે માનીયે છે કે આપણા શેરડીના ખેડૂતોને જે પડકારોનો સામનો કરવો પડે છે તેનો ઉકેલ લાવવા માટે ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવી મહત્વપૂર્ણ રહેશે. ઇનોવેશન અપનાવીને અને સહિયારા પ્રયાસો મારફતે અમે ખેડૂતોના જીવન અને સંપૂર્ણ એગ્રીકલ્ચરલ ઇકોસિસ્ટમ પર એક કાયમી છાપ છોડવા માટે પ્રતિબદ્ધ છીએ.”
આ પહેલના પ્રારંભિક તબક્કામાં તેની શરૂઆતના વર્ષમાં 2,000 એકર વિસ્તારને આવરી લેવામાં આવશે, જેનું 70,000 એકરના સિંચિત વિસ્તારમાં વિસ્તરણ કરવાની સંભાવના છે.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.