યુટીઆઇ કોર ઇક્વિટી ફંડ – તુલનાત્મક દ્રષ્ટિએ સસ્તુ વેલ્યુએશન ધરાવતા મજબૂત બિઝનેસના પોર્ટફોલિયોથી લાભ
યુટીઆઇ કોર ઇક્વિટી ફંડ લાર્જ અને મીડ-કેપ ફંડ છે, જે રોકાણનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કરે છે.
યુટીઆઇ કોર ઇક્વિટી ફંડ લાર્જ અને મીડ-કેપ ફંડ છે, જે રોકાણનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કરે છે. મ્યુચ્યુઅલ ફંડ્સના સેબી વર્ગીકરણ મૂજબ લાર્જ અને મીડ-કેપ ફંડ્સ બંન્ને ઓછામાં ઓછા 35 ટકા લાર્જ કેપ અને મીડ કેપ કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરે છે. આ ફંડનો ઉદ્દેશ્ય મજબૂત કંપનીઓમાં રોકાણ કરવાનું છે કે જે તેમની ભૂતકાળની કામગીરી અથવા પિઅર્સની તુલનામાં સસ્તા ટ્રેડિંગ દ્વારા સલામતીનું માર્જીન પ્રદાન કરે છે. આ ફંડ લાર્જ કેપ કંપનીઓ પ્રત્યે પૂર્વગ્રહ રાખતાં સ્થિરતા પ્રદાન કરવાનો તેમજ મીડ અને સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ દ્વારા પોર્ટફોલિયોમાં ઉચ્ચ વૃદ્ધિ ઓફર કરવાનો ઇરાદો ધરાવે છે.
વેલ્યુ ઇન્વેસ્ટિંગ એક રણનીતિ છે, જેમાં મૂળ મૂલ્ય કરતાં ઓછા ભાવે ટ્રેડ થતાં હોય તેવા સ્ટોક્સની પસંદગી કરવામાં આવે છે. મોટાભાગે માર્કેટ ટૂંકા-ગાળાના સમાચાર અથવા સેન્ટિમેન્ટ્સ ઉપર પ્રતિક્રિયા આપતું હોય છે, જેનાથી વેલ્યુ ઇન્વેસ્ટર્સને સ્ટોક તેના મૂળ મૂલ્ય કરતાં નીચા ભાવે ખરીદવાની તક મળે છે. મૂળ મૂલ્ય કરતાં નીચા ભાવે ખરીદીથી સલામતી માર્જીન મળી રહે છે, જે વેલ્યુ ઇન્વેસ્ટિંગની વિશેષતા છે. નીચા વેલ્યુએશન ઉપર સ્ટોક ખરીદવાથી વેલ્યુ ઇન્વેસ્ટરને નાણા કમાવવાની તક રહે છે અથવા જો બિઝનેસ અપેક્ષિત પ્રદર્શન ન કરે તો ઓછા નાણા ગુમાવે છે. વેલ્યુ ઇન્વેસ્ટર્સ વૃદ્ધિ કરતાં સલામતીના માર્જીન ઉપર વધુ ભાર મૂકે છે તથા સાઇકલિસિટીનો લાભ મેળવે છે અને બિઝનેસ ફંડામેન્ટલ અને વેલ્યુએશનમાં સરેરાશ ફેરફારની સંભાવના પ્રાપ્ત કરે છે. જ્યારે સ્ટોક મૂળ મૂલ્ય ઉપર ટ્રેડ કરતો હોય ત્યારે વેલ્યુ ઇન્વેસ્ટર નાણા કમાય છે, તેઓ બિઝનેસ ફંડામેન્ટલ અને વેલ્યુએશન્સમાં સુધારાની
સંભાવનાઓનો લાભ મેળવે છે. આ ફંડ વેલ્યુએશન કરતાં નીચા ભાવે ઉપલબ્ધ તથા સારી સંભાવનાઓ ધરવાતા સ્ટોક્સ પસંદ કરવા માટે ટોપ ડાઉન અભિગમને અનુસરે છે. તે બોટમ અપ અભિગમને અનુસરે છે, જેથી વાજબી વેલ્યુએશન, સારો ઐતિહાસિક ટ્રેક રેકોર્ડ અને ભાવિ વૃદ્ધિની સંભાવનાઓ ધરાવતા મજબૂત બિઝનેસને પસંદ કરી શકાય. આ ફંડનું માનવું છે કે એક કંપની પોતાના વેલ્યુએશન સાઇકલમાંથી પસાર થાય છે, જે મેક્રો સાઇકલ અથવા કંપની સંબંધિત પરિબળોથી અલગ હોય તથા તેનો ઉદ્દેશ્ય સાઇકલમાં અક્ષમતાનો લાભ લેવાનો છે. તે વેલ્યુએશન યોગ્ય હોય તો વૃદ્ધિ કેન્દ્રિત કંપનીઓ તરફ પણ નજર દોડાવે છે.
આ ફંડની રણનીતિ મુખ્યત્વે ત્રણ સિદ્ધાંતો આધારિત છેઃ યોગ્ય વેલ્યુએશન વિ. ઐતિહાસિક અથવા પિઅર્સ, વાજબી વેલ્યુએશન ઉપર વૃદ્ધિની તકો અને સરેરાશ રિવર્ઝન. આ ફંડ ગુણવત્તાયુક્ત કંપનીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમનું વેલ્યુએશન તેમના ઐતિહાસિક વેલ્યુએશન અથવા તેમના પિઅર્સ કરતાં નીચું હોય તેમજ સલામતીનું માર્જીન પ્રદાન કરતી હોય. ફંડ વૃદ્ધિ કેન્દ્રિત સ્ટોક્સ તરફ પણ ધ્યાન આપે છે કે જેઓ વાજબી વેલ્યુએશન ઉપર ટ્રેડ કરી રહ્યાં હોય. આ સંદર્ભમાં સ્મોલ કેપ્સ વૃદ્ધિ અને વેલ્યુ બંન્નેનું મિશ્રણ ઓફર કરી શકે છે કારણકે માર્કેટનું તેમના તરફ પૂરતું ધ્યાન આકર્ષિત થયું ન હોઇ શકે તથા સારી કંપનીઓ વાજબી વેલ્યુએશન ઉપર ઉપલબ્ધ પણ હોઇ શકે.
યુટીઆઇ કોર ઇક્વિટી ફંડ વર્ષ 2009માં લોંચ કરાયું હતું. આ ફંડની એયુએમ રૂ. 1,527 કરોડ છે તથા 31 માર્ચ, 2023 સુધીમાં તેના 1.89 લાખથી વધુ યુનિટ હોલ્ડર એકાઉન્ટ છે. 31 માર્ચ, 2023 મૂજબ આ ફંડ આશરે 47 ટકા લાર્જ કેપ, 44 ટકા મીડકેપ અને બાકીનું રોકાણ સ્મોલ કેપમાં કરે છે. આ સ્કીમનું સૌથી વધુ હોલ્ડિંગ એચડીએફસી બેંક લિમિટેડ, આઇસીઆઇસીઆઇ બેંક લિમિટેડ, ઇન્ફોસિસ લિમિટેડ, આઇટીસી લિમિટેડ, ફેડરલ બેંક લિમિટેડ, એચડીએફસી લિમિટેડ, ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ, એચસીએલ ટેક્નોલોજીસ લિમિટેડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ છે, જેઓ પોર્ટફોલિયોના હોલ્ડિંગ્સમાં 35 ટકાથી વધુ હિસ્સેદારી ધરાવે છે.
યુટીઆઇ કોર ઇક્વિટી ફંડ એવાં રોકાણકારો માટે ડિઝાઇન કરાયું છે કે જેઓ લાર્જ અને મીડ માર્કેટ કેપિટલાઇઝેશન સ્ટોકમાં રોકાણ ધરાવતા પોર્ટફોલિયોનું એક્સપોઝર ઇચ્છતા હોય. આ ફંડ લાંબાગાળે સંપત્તિ સર્જન માટે કોર ઇક્વિટી પોર્ટફોલિયોની રચના કરવા ઇચ્છુક રોકાણકારો માટે આદર્શ છે.
સોમવારે ભારતીય શેરબજાર અને ચલણને ભારે ફટકો પડ્યો, જે તાજેતરના બજેટના આફ્ટરશોક્સ અને વધતા વૈશ્વિક વેપાર તણાવથી પીડાઈ રહ્યો હતો.
બજેટ 2025 રજૂ થયા પછી, લોકસભામાં ઉષ્મા અને પ્રશંસાનો ક્ષણ જોવા મળ્યો, કારણ કે મંત્રીઓ અને સાંસદોએ નાણામંત્રી નિર્મલા સીતારમણને જન કલ્યાણલક્ષી બજેટ રજૂ કરવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે અભિનંદન આપવા માટે તેમની બેઠક પર ગયા, જેનાથી આ પ્રસંગ વધુ ખાસ બન્યો.
બજેટ 2025 માં, વીમા ક્ષેત્રને બૂસ્ટર ડોઝ આપવા માટે કામ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે શનિવારે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે.