યુટીઆઇ વેલ્યૂ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ - એક એવું ફંડ છે જે સમગ્ર માર્કેટ કેપમાં તકો શોધે છે
વૈવિધ્યસભર બજાર ગતિશીલતા ફંડ મેનેજરને સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશન સ્પેક્ટ્રમ અને રોકાણ શૈલીઓમાં અનન્ય તકો માટે વ્યાપક ક્ષેત્ર આપે છે, એ સાથે તે સુનિશ્ચિત કરે છે કે સંબંધિત પોર્ટફોલિયોનું જોખમ ઓછું થાય.
નાણાકીય નિષ્ણાતો ઘણીવાર ભલામણ કરતા હોય છે કે રોકાણકારોએ એવા ફંડોમાં રોકાણ કરવું જોઈએ જે બજારોના લગભગ સંપૂર્ણ સ્પેક્ટ્રમને આવરી લેતું હોય. બીજા શબ્દોમાં કહીએ તો, તે સારી રીતે વૈવિધ્યસભર ફંડો હોવા જોઇએ. વ્યક્તિ લાર્જ કેપ ફંડ્સ તરફ આકર્ષાતી હોય છે કારણ કે તેઓ ર્દષ્યમાન રીતે ~80-85% માર્કેટ કેપિટલાઇઝેશનને આવરી લે છે.
જોકે, લાર્જ કેપ્સ વિસ્તૃત બજારો/સૂચકાંકોનું પ્રતિનિધિત્વ જરૂર કરે છે, પરંતુ રોકાણકારોએ સ્વીકારવું જોઈએ કે આ ફંડો હંમેશા સમગ્ર સ્પેક્ટ્રમમાં રહેલી તકોને પ્રતિબિંબિત કરતા નથી અથવા ઝડપી શકતા નથી. સમગ્ર સ્પેક્ટ્રમમાં વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશન, વિવિધ રોકાણ અભિગમો (વૃદ્ધિ વિ. મૂલ્ય) અથવા એકંદર બજારોના અમુક સેગમેન્ટ્સમાં ચક્રીયતાનો પણ સમાવેશ હોઈ શકે છે. આ વિસંગતતા અથવા તો વૈવિધ્યસભર બજાર ગતિશીલતા ફંડ મેનેજરને સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશન સ્પેક્ટ્રમ અને રોકાણ શૈલીઓમાં અનન્ય તકો માટે વ્યાપક ક્ષેત્ર આપે છે, એ સાથે તે સુનિશ્ચિત કરે છે કે સંબંધિત પોર્ટફોલિયોનું જોખમ ઓછું થાય.
યુટીઆઇ વેલ્યૂ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ એક એવું ફંડ છે જે આપેલા શેરના સંબંધિત આંતરિક મૂલ્ય (ઇન્ટ્રિન્સિક વેલ્યૂ)ના
સંદર્ભમાં વ્યક્ત થતી તકોને શોધે છે. આનો અર્થ એ છે કે રોકાણની "વેલ્યૂ" શૈલી અને સમગ્ર માર્કેટ કેપિટલાઈઝેશનને અનુસરવું, જ્યાં વેલ્યૂએ શેરોને તેમના આંતરિક મૂલ્ય કરતાં નીચા ભાવે કરવામાં આવતી ખરીદી છે.
આંતરિક મૂલ્ય એ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય છે જે કંપની તેના શેરધારકો માટે સમયાંતરે પેદા કરે છે. ઓછા મૂલ્યાંકનવાળા વ્યવસાયો સ્પેક્ટ્રમના બે છેડેથી મળી શકે છે. એક છેડે, બજાર કંપનીના સ્પર્ધાત્મક લાભોની નિરંતરતાને અને/અથવા વૃદ્ધિના માર્ગની લંબાઇને ઓછી આંકતું હોઇ શકે છે. આ કંપનીઓ ચક્રીયતા અને સરેરાશ તરફ પ્રત્યાગમનના ધોરણનો ભંગ કરે છે.
સ્પેક્ટ્રમના બીજા છેડે એવી કંપનીઓ છે જે ચક્રીય પરિબળો, પર્યાવરણમાં થતા ફેરફારો અથવા તેમની પોતાની ભૂતકાળની ક્રિયાઓને કારણે પડકારોનો અનુભવ કરી રહી છે. પરંતુ જો મુખ્ય વ્યવસાય તંદુરસ્ત હોય અને વધુ સારા ભવિષ્ય તરફનો માર્ગ (રોકડ પ્રવાહ, વળતર ગુણોત્તરો) દેખાઇ આવતો હોય, તો તેમના નીચા મૂલ્યો આકર્ષક એન્ટ્રી પોઈન્ટ પ્રદાન કરે છે. બંને કિસ્સાઓમાં તક એ વ્યવસાયોને ખરીદવામાં રહેલી છે જે અપેક્ષાઓની તુલનામાં સસ્તા છે. યુટીઆઇ વેલ્યૂ ઓપોર્ચ્યુનિટીઝ ફંડની શરૂઆત વર્ષ 2005માં કરવામાં આવી હતી.
30 એપ્રિલ, 2023ની સ્થિતિ મુજબ, ફંડની એયુએમ Rs. 6,815 કરોડથી વધુ છે અને તે 4.75 લાખ યુનિટ ધારક ખાતાઓ ધરાવે છે. પોર્ટફોલિયોમાં લાર્જ કેપ તરફી ઝુકાવ હશે, છતાં મિડકેપ એક્સપોઝર બદલાતા મૂલ્યના આધારે વધુ વ્યાપક રીતે બદલાઈ શકે છે.
30 એપ્રિલ, 2023ની સ્થિતિ મુજબ ફંડે લગભગ 69% લાર્જ કેપ્સમાં અને બાકીનું મિડ અને સ્મોલ કેપ્સમાં રોકાણ કર્યું છે. સ્કીમના ટોચના હોલ્ડિંગમાં એચડીએફસી બેન્ક લિ., આઇસીઆઇસીઆઇ બેન્ક લિ., ઇન્ફોસિસ લિ., એક્સિસ બેન્ક લિ., ભારતી એરટેલ લિ., સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા લિ., ઈન્ડસઈન્ડ બેન્ક લિ., હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિ., ટાટા સ્ટીલ લિ. અને આઈશર મોટર્સ લિ.નો સમાવેશ થાય છે, જે પોર્ટફોલિયોના હોલ્ડિંગમાં લગભગ 44% હિસ્સો ધરાવે છે.
યુટીઆઈ વેલ્યૂ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ એવા ઈક્વિટી રોકાણકારો માટે યોગ્ય હોઈ શકે છે જેઓ તેમનો ઈક્વિટી પોર્ટફોલિયોનું નિર્માણ કરવા અને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ મેળવવા ઇચ્છતા હોય. આ ફંડ એવા મધ્યમ જોખમ પ્રોફાઇલ ધરાવતા માહિતી વર્ગીકરણ: UTI AMC - જાહેર રોકાણકારો માટે પણ યોગ્ય છે, જેઓ બજારની પરિસ્થિતિઓને આધીન મધ્યમથી લાંબા ગાળામાં વાજબી વળતરની શોધમાં છે.
શેરબજારની વર્તમાન સ્થિતિ જોતાં, તમને લાગશે કે સેન્સેક્સ 1 લાખ પોઈન્ટને પાર કરશે તેવી વાતો સંપૂર્ણપણે બકવાસ છે. છતાં, એક અંદાજ છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ 1 લાખ પોઈન્ટ કેવી રીતે પાર કરશે?
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5-0.5 ટકાનો ઘટાડો થયો. આજના કારોબારમાં, નિફ્ટીમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટીસીએસ સૌથી વધુ ઘટ્યા હતા.
બજારમાં મંદી વચ્ચે NSDLનો રૂ. 3,000 કરોડનો IPO લોન્ચ! IPO તારીખ, કિંમત, ફાળવણી, GMP, અને છૂટક રોકાણકારો માટે મહત્વપૂર્ણ ટીપ્સ જાણો. તમામ વિગતો અને નિષ્ણાત અહેવાલો સાથે સંપૂર્ણ સમાચાર.