સેકન્ડ ડીસ્ટ્રીક્ટ ચર્ચ ઓફ બ્રધરેન એફ/૨૫૭ મુંબઈ સક્રિય રીતે કામગીરી કરશે તેવો સર્વાનુમતે નિર્ણય
સેકન્ડ ડિસ્ટ્રિક્ટ ચર્ચ ઑફ ધ બ્રધરન F/257 મુંબઈએ 53 વર્ષ પછી સફળ ડિસ્ટ્રિક્ટ મીટિંગ યોજી હતી. દહાણુ, પાલઘર, વાડા અને આહવા-ડાંગના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ મીટીંગમાં ભાગ લીધો હતો અને ચર્ચ ઓફ ધ બ્રધરન મિશનના ઇતિહાસ વિશે પ્રથમ વખત જાણ્યું હતું.
(પ્રતિનિધિ સુશીલ પવાર)ડાંગ: સેકન્ડ ડીસ્ટ્રીક્ટ ચર્ચ ઓફ ધ બ્રધરેન એફ/૨૫૭ મુંબઈ દ્વારા આયોજિત જીલ્લા સભા સફળ રહી હતી. ૫૩ વર્ષોનાં લાંબા સમય બાદ સેકન્ડ ડીસ્ટ્રીક્ટ ચર્ચ ઓફ ધ બ્રધરેન એફ/૨૫૭ મુંબઈ દ્વારા આયોજિત જીલ્લા સભામાં ડહાણુ, પાલઘર, વાડા તથા આહવા-ડાંગના વિવિધ ગામો માંથી ખુબજ મોટીસંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ પ્રથમ વખત ચર્ચ ઓફ ધ બ્રધરેન મીશન ના ઈતિહાસ વિશે સાંભળીને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
આવનારા દિવસોમાં ધી સેકન્ડ ડીસ્ટ્રીક્ટ ચર્ચ ઓફ બ્રધરેન એફ/૨૫૭ મુંબઈ સક્રિય રીતે કામગીરી કરશે તેવો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો તેમજ ટ્રસ્ટ અંતર્ગત આવતી મિલકતોની જાળવણી કરવા તથા ટ્રસ્ટ તરફથી મળતા લાભાર્થીઓ ના અધિકારોનું રક્ષણ કરવા માટે ડી/૧૫૯ મુંબઈ તથા એફ/૨૫૭ મુંબઈ ટ્રસ્ટમાં ફેરફાર રીપોર્ટ ભરવા નોમીનેશન લેવામાં આવ્યાં.
ઉપરોક્ત સભામાં અગાઉ સેકન્ડ ડીસ્ટ્રીક્ટ ચર્ચ ઓફ ધ બ્રધરેન એફ/૨૫૭ મુંબઈ સાથે રહીને સેવા આપીને મૃત્યુ પામેલા સેવાર્થી સેવકો તથા વડીલો ને યાદ કરીને બે મીનીટ નું મૌન પાળવામાં આવ્યું હતું. વધુમાં શુભાષ ભાઈ વાઘ દ્વારા જણાવ્યું હતું કે આયોજક તરીકે મીટીંગને સફળ બનાવવા દરેક ગામેથી આવેલ લોકો,સ્વયંસેવકો,પોલીસ અધિકારીઓ તથા પોલીસકર્મીઓ ના સાથસહકાર માટે આભાર વ્યકત કર્યો હતો.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.