હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ
જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત નાગરિકોમાં હર ઘર તિરંગા અભિયાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે.
ગીર સોમનાથ : જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત નાગરિકોમાં હર ઘર તિરંગા અભિયાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે.
સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં બળદગાડાંને શણગારવામાં આવ્યાં હતાં. આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓએ ‘ગાંધીજી’, ‘ભારતમાતા’ સહિતની વેશભૂષા ધારણ કરી હતી.
‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના જયઘોષ સાથે ઉના ખાતેથી નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં નાગરિકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રામાં પદાધિકારીશ્રીઓ સહિત ઉના પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણિયા અને વહીવટી તંત્રના
અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતાં.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.