એસવીઆઈટી, વાસદ ખાતે સ્પેશિયલ એથ્લિટસ માટે યુનિફાઇડ ટેબલ ટેનિસ સ્પર્ધા આયોજન
તાજેતરમાં એસવીઆઈટી વાસદ ખાતે સ્પેશિયલ બાળકો માટે યુનિફાઇડ ટેબલ ટેનિસ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિફાઇડ સ્પોર્ટ્સમાં સ્પેશીયલ એથ્લીટસ ની સાથે પાર્ટનર તરીકે નોર્મલ એથ્લીટસ હોય છે અને આ બંને ખેલાડીઓની ટીમ આવી જ એક ટીમ સાથે સ્પર્ધા કરે છે.
તાજેતરમાં એસવીઆઈટી વાસદ ખાતે સ્પેશિયલ બાળકો માટે યુનિફાઇડ ટેબલ ટેનિસ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિફાઇડ સ્પોર્ટ્સમાં સ્પેશીયલ એથ્લીટસ ની સાથે પાર્ટનર તરીકે નોર્મલ એથ્લીટસ હોય છે અને આ બંને ખેલાડીઓની ટીમ આવી જ એક ટીમ સાથે સ્પર્ધા કરે છે. સ્પેશીયલ એથ્લીટસ, નોર્મલ એથ્લિટસની સાથે રમીને પોતાની ના રમતના કૌશલ્યનો વિકાસ કરે છે કોન્ફિડન્સ વધે છે, અને તેના સર્વાંગી વિકાસમાં મદદ મળે છે. આ યુનિફાઇડ ટેબલ ટેનિસ સ્પર્ધામાં માં 40 થી પણ વધુ એથ્લિટસે ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. અર્જુન સિંહ મકવાણા (સ્પોર્ટસ ડાયરેક્ટર બીઆરજી ગ્રુપ) અને અતિથિ વિશેષ તરીકે રાકેશ મોદી (નેશનલ પેરા એથ્લીટ) ઉપસ્થિત રહી સ્પેશીયલ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જીગ્નેશ ઠક્કર (ટ્રસ્ટી- સ્પેશિયલ ઓલમ્પિક,ગુજરાત) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પેશિયલ એથ્લીટસ એ નોર્મલ એથ્લીટસ સાથે મળીને ખૂબ ઉત્સાહથી સ્પર્ધામાં ભાગ લીધો અને સ્પર્ધા નહીં, પણ એક શીખવાની વૃત્તિથી આગળ આવ્યા અને હળી- મળીને ખેલ-દિલથી રમી સ્પર્ધાને યાદગાર અને ર્શમણીયા બનાવી હતી.
સ્પર્ધાની અંતે સર્વે વિજેતા ખેલાડીઓને એસવીઆઈટી સંસ્થાના હેડ દ્વારા મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સમગ્ર સ્પર્ધા નું સંચાલન ડૉ.વિકાશ અગ્રવાલ (ડીપીઈ એસ વી આઈ ટી-વાસદ) દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં એસવીઆરટી સ્પોટ્સ કમિટી એ ખૂબ સારું સાથ અને સહકાર આપ્યો હતો. એસવીઆઈટી મેનેજમેન્ટ તરફથી સર્વેને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી ભાસ્કરભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી શંભુભાઈ પટેલ, મંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ, ખજાનચી શ્રી કિશોરભાઈ પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિપકભાઈ પટેલ , આચાર્ય ડૉ. ડી. પી. સોની, ડૉ.વિકાશ અગ્રવાલ (પ્રોગ્રામ ઓફિસર) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરફથી યુનિફાઇડ એથ્લેટ્સ ને તેમની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા અને દિવ્યાંગ જનો એમના જીવનમાં આગળ સફળ થાય એવી શુભકામના પાઠવી હતી
ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં સદીની હેટ્રિક લગાવી છે. આ ખેલાડી ટૂર્નામેન્ટમાં પોતાની ટીમ માટે મોટો મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. પરંતુ આ વખતે IPL 2025ની મેગા ઓક્શનમાં આ સ્ટાર પર કોઈએ દાવ લગાવ્યો ન હતો.
વિશ્વ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં વૈશાલીનો સામનો ચીનની ઝુ જિન્અર સામે થશે. વૈશાલીએ જ્યોર્જિયાના ગ્રાન્ડમાસ્ટર નાના જગ્નીડઝે અને રશિયાની વેલેન્ટિના ગુનિનાને હરાવ્યા હતા.
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પ્રતિષ્ઠિત સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી માટે મેન્સ ક્રિકેટર ઓફ ધ યર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે.