Rajkot : ચાઈનીઝ લસણની આયાત પર પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ લસણનું બેરોકટોક વેચાણ
ચાઈનીઝ લસણની આયાત પર પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ લસણનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ મળી આવ્યું હતું. લસણની હરાજી સામે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું.
ચાઈનીઝ લસણની આયાત પર પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ લસણનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ મળી આવ્યું હતું. લસણની હરાજી સામે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. ગોંડલ સહિતના માર્કેટીંગ યાર્ડોમાં પણ લસણની હરાજી બંધ રાખવામાં આવી હતી. અને વિરોધ વ્યક્ત કર્યો છે. વેપારીઓ યાર્ડ ખાતે એકઠા થયા હતા અને ચીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રકારનું લસણ ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ ન કરે તેની તકેદારીના પગલાં લેવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે.
ગોંડલ માર્કેટીંગ યાર્ડના વેપારીઓના જણાવ્યા મુજબ ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ હોવા છતાં ભારતમાં ગેરકાયદેસર રીતે ચાઈનીઝ લસણની દાણચોરી કરી કાળાબજાર કરવામાં આવી રહ્યું છે. તેના વિરોધમાં દેશભરના માર્કેટ યાર્ડોમાં હડતાલની જાહેરાત કરવામાં આવી છે ત્યારે અમે અમારું સમર્થન વ્યક્ત કરીએ છીએ. આ લસણ ખેડૂતો માટે અને ખાવા માટે પણ હાનિકારક છે. 2006થી કેન્દ્ર સરકારે ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. પ્રતિબંધ હોવા છતાં ભારતમાં ચાઈનીઝ લસણની દાણચોરી થઈ રહી છે, તેની તકેદારીના ભાગરૂપે ભારતભરના માર્કેટ યાર્ડોમાં એક દિવસ માટે લસણની હરાજી અટકાવી દેવામાં આવી છે. તેના સમર્થનમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં એક દિવસીય હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.
ચાઈનીઝ લસણ થોડું મોટું હોય છે અને તેનું કદ દેશી લસણ કરતા થોડું મોટું હોય છે. ચાઈનીઝ લસણને બ્લીચ કરવામાં આવે છે. કારણ કે ત્યાં લસણ ખૂબ જ ગંદુ હોય છે, તેને સાફ કરવા માટે તેને બ્લીચ કરવું પડે છે. જેના કારણે તેની અંદર ફંગલ અને કેમિકલ પાર્ટ્સ આવે છે. ભારત સરકારે ચાઈનીઝ લસણ ખાવા માટે હાનિકારક હોવાથી તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
જેમ જેમ નવરાત્રિનો વાઇબ્રન્ટ તહેવાર નજીક આવી રહ્યો છે તેમ, અમદાવાદમાં ખૂબ જ અપેક્ષિત ગરબાની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
પરંપરાગત જામખંભાળિયા ઘીના બદલે અમૂલ ઘીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપોને પગલે ડાકોર મંદિરમાં પ્રસાદની ગુણવત્તા અંગેનો વિવાદે ધ્યાન ખેંચ્યું છે.
અમદાવાદમાં, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ વધુને વધુ સ્કૂટર અને 125 સીસી સ્પોર્ટ બાઈકની સવારી કરીને શાળાએ જતા હોવાના કારણે એક સંબંધિત વલણ ઉભરી આવ્યું છે,