પેટલાદ મતવિસ્તારમાં મહિલા મતદારોને મતદાન માટે પ્રેરીત કરવોનો અનોખો પ્રયાસ
"સાસુ, નણંદ ને વહુ, મતદાન કરે બહુ: તા.૭ મે,૨૦૨૪ સમય સવારે ૦૭-૦૦ થી સાજે ૦૬-૦૦ સુધી" નો સંદેશ ધરાવતી પત્રિકા ઘરે-ઘરે પહોંચાડી કરાયું અનોખુ આયોજન.
આણંદ : લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુસંધાનમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અંતર્ગત આણંદ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ મતદાર મથકોમાં મતદાર જાગૃતિના અથાક પ્રયત્નો થઈ રહ્યા છે.
મતદાર જાગૃતિના પ્રયાસ સ્વરૂપે પેટલાદ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી પી. આર. જાની દ્વારા પેટલાદ મતવિસ્તારની મહિલા મતદારો લોકશાહીના મહાપર્વમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં મહિલા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે અનોખી પત્રિકાનું ઘરે ઘરે જઈને વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પત્રિકામાં "સાસુ,નણંદ ને વહુ, મતદાન કરે બહુ:: તા.૭ મે,૨૦૨૪ સમય સવારે ૦૭-૦૦ થી સાજે ૦૬-૦૦ સુધી"ના સંદેશ સાથે મહિલા મતદાનની ટકાવારી વધે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને મહિલા મતદારોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ સંસદીય મતવિસ્તારની કુલ ૮,૬૫,૩૧૭ મહિલા મતદારો પૈકી પેટલાદમાં કુલ ૧,૧૬,૯૭૧ મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બની મતદાન કરી ઉજવણી કરે તેવા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.