યુનિટી બેંકે અમદાવાદ, સુરત અને વડોદરામાં નવી બ્રાન્ચ શરૂ કરી
નવા સમયની સૌપ્રથમ ડિજિટલ બેંક એવી યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડે (યુનિટી બેંક) અમદાવાદ, સુરત અને વડોદરામાં ચાર નવી બ્રાન્ચ શરૂ કરીને ગુજરાતમાં તેની હાજરીને વધુ વિસ્તૃત કરી છે.
અમદાવાદ: આ અત્યાધુનિક બ્રાન્ચ શહેરમાં વધતી જતી વ્યાપારી તકોનો લાભ ઉઠાવશે, ગ્રાહકોને ડિપોઝીટ્સ પર આકર્ષક વ્યાજ દરો પ્રદાન કરશે, એમએસએમઈને બિઝનેસ લોન ઓફર કરશે. સૌથી વધુ મહત્વની વાત એ છે કે બેંક ગુજરાતના નાગરિકોને વધુ સ્માર્ટ, ઝડપી અને વધુ અનુકૂળ બેંક સાથે બેંકિંગ વ્યવહારો કરવાની તક આપશે. નવી બ્રાન્ચના પ્રારંભ સાથે યુનિટી બેંકની હવે રાજ્યમાં 6 બ્રાન્ચ છે.
યુનિટી બેંક વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 9.50%*ના આકર્ષક દરે ફિક્સ્ડ ડિપોઝિટ ઓફર કરે છે જ્યારે રિટેલ રોકાણકારો વાર્ષિક 9.00%*ના દરે ડિપોઝીટ મેળવી શકે છે. બચત ખાતાં માટે યુનિટી બેંક રૂ. એક લાખથી વધુ રકમની ડિપોઝીટ્સ માટે વર્ષે 7%નું વ્યાજ અને એક લાખથી ઓછી રકમની ડિપોઝીટ્સ માટે વાર્ષિક 6%નું વ્યાજ ઓફર કરે છે. આ ઉપરાંત પસંદગીની બ્રાન્ચમાં લોકરની સુવિધા પણ આકર્ષક દરે ઉપલબ્ધ છે.
શહેર માટે વિસ્તરણ યોજનાઓ વિશે વાત કરતાં યુનિટી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી ઈન્દરજીત કામોત્રાએ જણાવ્યું હતું કે, “ગુજરાત ખૂબ જ પ્રગતિશીલ અને રોકાણકારો માટે સાનુકૂળ રાજ્ય છે. તેણે ભારતના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અનેક ડેરી, ફૂડ પ્રોસેસિંગ તથા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું વડુંમથક હોવા ઉપરાંત રાજ્યમાં વિવિધ સમુદાયો ધરાવતી વસ્તી અને વધતી જતી માળખાકીય સુવિધાઓ પણ તેને નવા યુગની, ડિજિટલ ફર્સ્ટ બેંકિંગ સર્વિસીઝ પ્રદાન કરવા માટે એક આકર્ષક શહેર બનાવે છે. અમે અહીં અમારી કામગીરીને વિસ્તૃત કરવા માટે ઉત્સાહિત છીએ અને રિટેલ, એચએનઆઈ તથા કોર્પોરેટ ક્લાયન્ટ્સની બેંકિંગ અને રોકાણની જરૂરિયાતો પૂરી કરવા માટે ઉત્સુક છીએ”.
સેન્ટ્રમ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ દ્વારા પ્રમોટેડ યુનિટી બેંક એક શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક છે.31મી માર્ચ, 2023 સુધીમાં તે સમગ્ર ભારતમાં 123 બ્રાન્ચનું નેટવર્ક ધરાવે છે.
આ વેબિનારનો ઉદ્દેશ્ય હિતધારકોને કેન્દ્રિત ચર્ચામાં જોડવાનો અને બજેટ 2025 ની જાહેરાતોના અસરકારક અમલીકરણ માટે વ્યૂહરચના ઘડવાનો છે.
આજે શુક્રવારે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ ૧૪૧૪ પોઈન્ટ ઘટીને બંધ થયો અને નિફ્ટી-૫૦ ૪૨૦ પોઈન્ટ ઘટીને બંધ થયો.
ડિમાન્ડ નોટિસમાં જણાવાયું છે કે માંગની નાણાકીય અસર GST (રૂ. 242.23 કરોડ), વ્યાજ (રૂ. 213.43 કરોડ) અને દંડ (રૂ. 24.22 કરોડ) જેટલી છે.