અપસ્ટોક્સને ભારતના બજાર પર મોટી આશાઓ, ઈન્વેસ્ટમેન્ટ આદતોમાં મોટાપાયે ફેરફારો લાવવાનો લક્ષ્યાંક
ભારતના અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ્સ પૈકીના એક અપસ્ટોક્સે (જે આરકેએસવી સિક્યોરિટીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ તરીકે પણ જાણીતી છે) આજે તેની એપમાં સુધારેલા ફીચર્સની જાહેરાત કરી હતી જે ભારતીય રોકાણકારો માટે રોકાણ કરવાની પ્રક્રિયાને મોટાપાયે ફેરફારો કરીને સરળ બનાવશે. રોકાણકારોના અનુભવની પુનઃકલ્પના કરીને અપસ્ટોક્સ રોકાણની પ્રક્રિયાને વધુ સરળ, સાહજિક અને આકર્ષક બનાવવા માંગે છે.
આ નવા ફીચર્સ એવી કોર ઈનસાઈટ પર આધારિત છે કે વ્યક્તિ રોકાણ કરવા માંગે છે પરંતુ અનેકવિધ વિકલ્પો હોવાના લીધે ઘણીવાર મૂંઝાઈ જાય છે. ભારતનો વિકાસ થઈ રહ્યો છે અને ઈક્વિટી સહભાગિતા દ્વારા કોઈ પણ વ્યક્તિ ભારતની ગ્રોથ
સ્ટોરીમાંથી લાભ મેળવી શકે છે તેવી દ્રઢ માન્યતા સાથે, અપસ્ટોક્સનું મુખ્ય અભિયાન ભારતમાં રોકાણકાર કેવી રીતે રોકાણ કરી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બજારની કામગીરીને ટ્રેક કરવા માટે ઈન્ડેક્સ ફંડ ઉપયોગી છે. આ ઇન્ડેક્સ ફંડ્સ સાથે તેમનો પરિચય કરાવીને અપસ્ટોક્સ ફુગાવાના દરને મ્હાત કરવા અને તેમની સંપત્તિ વધારવા માટે કિફાયતી, સરળ અને લાંબા ગાળાના ઉકેલ આપે છે. રોકાણની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે અપસ્ટોક્સે સેંકડો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનું મૂલ્યાંકન
તેમના જોખમ અને પુરસ્કારના ગુણોત્તરના આધારે કર્યું છે અને તેમાંથી દરેક કેટેગરીમાં કેટલીક ટોચની યોજનાઓ તૈયાર કરી છે. ભંડોળની આ ક્યુરેટેડ સૂચિ અને નિષ્ણાંત વિશ્લેષણ સાથે, બ્રાન્ડ વપરાશકર્તાઓને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે એપ્લિકેશનમાં શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. આ બ્રાન્ડ માહિતી અને સંશોધન પણ ઓફર કરે છે, જે રોકાણકારને સારી રીતે માહિતગાર નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે.
અપસ્ટોક્સે તાજેતરમાં એક કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપવાનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જેમાંના 75 ટકાથી વધુ મિલેનિયલ જનરેશનના છે. તેના વૈવિધ્યસભર ગ્રાહક આધારમાં ખાનગી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વ્યવસાય માલિકો, વ્યવસાયિકો અને ગૃહિણીઓનો સમાવેશ થાય છે. કંપનીએ ગુજરાતમાં અગાઉના વર્ષની સરખામણીમાં 20 ટકા વૃદ્ધિ સાથે નોંધપાત્ર વૃદ્ધિનો અનુભવ કર્યો છે. મોટાભાગના ગ્રાહકો સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગરના છે. અપસ્ટોક્સના સહ-સ્થાપક અને સીઈઓ રવિ કુમારે જણાવ્યું હતું કે, “નાણાંકીય રોકાણો અંગે જાગૃતિ લાવવાના અમારા પ્રયાસોને સમગ્ર દેશમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હું તેના માટે આભારી છું. અમે સકારાત્મક છીએ કે વૈવિધ્યસભર નાણાંકીય રોકાણોની સંસ્કૃતિને ચલાવવાની
અમારી મુખ્ય દ્રષ્ટિ, અમને નવી ક્ષિતિજો સુધી પહોંચવામાં મદદ કરશે અને અમને અમારા ગ્રાહકો અને સંભવિત ગ્રાહકો માટે પસંદગીના ભાગીદાર બનાવશે. અમે અમારા ગ્રાહકોને સમજીએ છીએ અને તેમના અનુભવને વધારવા માટે પ્રતિબદ્ધ છીએ, જેનાથી દેશમાં નાણાંકીય સમાવેશકતા વધે છે.”
અપસ્ટોક્સનું વિઝન દરેક માટે રોકાણને સરળ, સસ્તું અને સુલભ બનાવવાનું છે. આનો હેતુ ગ્રાહકોના રોકાણની રીતમાં પરિવર્તન લાવવાનો છે, તેને સાહજિક અને ઝંઝટ-મુક્ત બનાવવાનો છે. કંપનીનો વૈવિધ્યસભર ગ્રાહક આધાર ભારતમાં ઉપયોગમાં સરળ, સમાન અને સસ્તું પ્લેટફોર્મ ઓફર કરીને રોકાણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના તેના પ્રયાસોને પ્રકાશિત કરે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના સત્તાવાર ભાગીદાર તરીકે, અપસ્ટોક્સે ‘ઈન્વેસ્ટ રાઈટ’ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ દ્વારા, તેનો ધ્યેય વધુ ભારતીયોને તેમની રોકાણની સફર શરૂ કરવા અને અપસ્ટોક્સ દ્વારા યોગ્ય રોકાણ પસંદગીઓ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. ઝુંબેશને આગળ ધપાવતી મુખ્ય સૂઝ એ છે કે વ્યક્તિઓ રોકાણ કરવા માંગે છે પરંતુ રોકાણના બહુવિધ વિકલ્પોથી અભિભૂત છે. આનો ઉકેલ છે અપસ્ટોક્સનું પ્લેટફોર્મ જે મ્યુચ્યુઅલ ફંડ્સની એક્સપર્ટ-ક્યુરેટેડ લિસ્ટ અને ઈન્ડસ્ટ્રી-બેસ્ટ, ઈન-એપ એપ્લિકેશન અનુભવ પ્રદાન કરે છે. આ દરેક વસ્તુ વ્યક્તિના રોકાણની સફરને યોગ્ય રીતે શરૂ કરવામાં આત્મવિશ્વાસ વધારવા માટે જરૂરી છે. આ સુવિધાની સાથે અપસ્ટોક્સનો હેતુ ભારતીયોને રોકાણના સરળ સત્યો વિશે શિક્ષિત કરવાનો પણ છે. દાખલા તરીકે, જો કોઈ વ્યક્તિ માત્ર રૂ. 5000ની એસઆઈપી શરૂ કરે છે જે 12.5% વળતર આપે છે અને 25 વર્ષ સુધી બજારોમાં રોકાણ કરે છે, તો તેમના નાણાં એક કરોડ સુધી વધવાની ક્ષમતા ધરાવે છે, જે ચક્રવૃદ્ધિ ગણતરીની શક્તિ દર્શાવે છે. આની જેમ જ, અપસ્ટોક્સ જાણવા માટે જરૂરી એવી બીજી અનેક હકીકતોથી વાકેફ કરે છે જે અનુસરવા માટે સરળ છે. દરેક સત્ય સાથે તેઓ વપરાશકર્તાઓને સફળ થવામાં મદદ કરવા માટે જરૂરી પગલાં લેવા માર્ગદર્શન આપે છે. સમગ્ર ઝુંબેશ દરમિયાન અપસ્ટોક્સ મ્યુચ્યુઅલ ફંડ્સ, ટેકનિકલ એનાલિસિસ, ઓપ્શન ટ્રેડિંગ અને બીજા વિકલ્પો પર ઓનલાઇન અને ઓફલાઇન લર્નિંગ સેશન્સની સિરીઝનું આયોજન કરે છે. આ સાથે, અપસ્ટોક્સનો ઉદ્દેશ્ય વ્યક્તિઓને રોકાણ કરવા માટે એક સર્વગ્રાહી, 360-ડિગ્રી અભિગમ પ્રદાન કરવાનો છે, જેથી તેઓ અપસ્ટોક્સ સાથે શીખવા, નિર્ણય લેવા, રોકાણ કરવા અને વેપાર કરવા સક્ષમ બને.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.