એમએસયુનિ.ની ઊર્મિ મહિસુરીને સીસીઆરટી હેઠળ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિનો લાભ મળ્યો
ભારતીય શાસ્ત્રીય સંગીત તેમજ મારા પિતાના વારસાને આગળ વધારવુ છે.-ઊર્મિ મહિસુરી વિદ્યાર્થિની
વડોદરાની એમ એસ યુનિ માં બરોડા પર્ફોર્મિંગ આર્ટ્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઊર્મી રાકેશ મહિસુરીને સીસીઆરટી હેઠળ હિન્દુસ્તાની ઇન્સ્ટ્રુમેન્ટ વાયોલિન માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ મળતાં ઊર્મિ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પોતાના પિતાની જેમ આગળ વધીને પોતાના કૌટુંબિક વારસાને આગળ વધારવા માંગે છે. તેણીને સંસ્કૃતિ વિભાગ દ્વારા સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સીસ એન્ડ ટ્રેનિંગ 'વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રોમાં યુવા કલાકારો' હેઠળ ભારત સરકાર દ્વારા હિન્દુસ્તાની ઇન્સ્ટ્રુમેન્ટ વાયોલિન માટેની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ છે. તેણીએ 'ઓ' આઉટ સ્ટેન્ડિંગ ગ્રેડ સાથે બીજા વર્ષની સ્નાતકની પરીક્ષા પાસ કરી અને હાલમાં ફેકલ્ટીમાં તે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.
ઊર્મિ એમ એસ યુનિ. ના પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં ૧૯૯૪ થી પ્રોફેસર તરીકે ફરજ નિભાવતા ડૉ. રાકેશ જગજીવનદાસ મહિસુરીની નાની પુત્રી છે, જે વાયોલિનવાદક છે. હવે તેમની બન્ને પુત્રીઓ પ્રાર્થના અને ઉર્મી વાયોલિનની તાલીમ દ્વારા તેમના વારસાને આગળ ધપાવે છે.
હું છેલ્લા ૧૦ વર્ષથી દરરોજ પ્રેક્ટિસ સાથે તાલીમ લઈ રહી છું. મારા પિતા મારા પ્રથમ ગુરુ છે અને પછીથી હું ગુરુ શિષ્ય પરંપરા હેઠળ ડૉ. એન. રાજમ પાસેથી આ કળા શીખું છું. હું આ મારા ગમતા વિષયમાં સારી રીતે આગળ વધી પ્રગતિ કરી રહી છું. મેં સાંસ્કૃતિક સંસાધન કેન્દ્રમાં તેમજ સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સિસ એન્ડ ટ્રેનિંગમાં શિષ્યવૃત્તિ માટે અરજી કરી હતી. આ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પ્રાપ્ત થવી એ મારા માટે ગર્વની ક્ષણ છે. જે મારા અભ્યાસ અને પર્ફોર્મિંગ કલાકાર તરીકેની કારકિર્દીને ટેકો આપવામાં મદદરૂપ નીવડશે એમ ઉર્મીએ કહ્યું હતું.
કૌટુંબિક વાતાવરણ હંમેશા સંગીતમય હતું જેથી એક કલાકાર તરીકે આગળ વધવામાં મને મદદ કરવા નિમિત બન્યું. મેં મારા પિતા પાસેથી ગાયન શીખવાનું શરૂ કર્યું, ત્યાર પછી મને વાયોલિન વગાડવામાં રસ જાગ્યો. જ્યારે હું ૫ માં ધોરણમાં હતી ત્યારે મેં વાયોલિન વગાડવાનું શરૂ કર્યું હતું અને ૯ માં ધોરણથી મેં ડૉ. પ્રોફેસર એન. રાજમ પાસે ગુરુ શિષ્ય પરંપરા સાથે શીખવાનું શરૂ કર્યું હતું. આ વાદ્ય ખૂબ જ અઘરું હોવાથી હું રોજના ૪ કલાક અભ્યાસ કરવા અને ૪ કલાક અન્ય લોકો માટે ફાળવું છું એમ ઊર્મિ મહિસુરીએ વધુમાં જણાવ્યું હતું.
ઊર્મિ અત્યારે પર્ફોર્મિંગ કલાકાર તરીકે તે સાઉન્ડ એન્જિનિયરની કળા પણ શીખી રહી છે જે તેની કારકિર્દીમાં પણ તેને મદદરૂપ નીવડશે. તે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં આગળ વધીને સંગીતની આ સફરને સતત ચાલુ રાખવા માંગે છે.
ઉર્મી અત્યારે વાયોલિનમાં બેચલર ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે તેનું સતત માર્ગદર્શન કરવા માટે તેણીએ તેના પિતા પ્રોફેસર ડૉ. રાકેશ જગજીવનદાસ મહિસુરી, પ્રોફેસર વિભાસ વસંત રાનડે અને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પ્રો. (ડૉ.) એન. રાજમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.