ઉર્વી ટી એન્ડ વેજ લેમ્પ્સનો નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકનો કર બાદનો નફો 61% વધ્યો
ઉર્વી ટી એન્ડ વેડ્જ લેમ્પ્સ લિમિટેડ (NSEકોડ: URAVI), જે ઇન્કેંડેસેંટ અને વેડ્જ-બેઝ્ડ ઓટોમોટિવ લેમ્પ્સના અગ્રણી ઉત્પાદક અને સપ્લાયર પૈકી એક છે, તેણે નાણાકીય વર્ષ 24ના બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક માટેના તેના અનઓડિટેડ નાણાકીય પરિણામની જાહેરાત કરી છે.
મુંબઈ - ઉર્વી ટી એન્ડ વેડ્જ લેમ્પ્સ લિમિટેડ (NSEકોડ: URAVI), જે ઇન્કેંડેસેંટ અને વેડ્જ-બેઝ્ડ ઓટોમોટિવ લેમ્પ્સના અગ્રણી ઉત્પાદક અને સપ્લાયર પૈકી એક છે, તેણે નાણાકીય વર્ષ 24ના બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક માટેના તેના અનઓડિટેડ નાણાકીય પરિણામની જાહેરાત કરી છે.
એક નજરમાં મુખ્ય નાણાકીય બાબતો:
• કુલ આવક ₹1081.55 લાખ જ્યારે નાણાકીય વર્ષના 23ના બીજા ત્રિમાસિકમાં ₹942.25 લાખ હતી
• EBITDA ₹193.18 લાખ જ્યારે નાણાકીય વર્ષના 23ના બીજા ત્રિમાસિકમાં ₹197.88 લાખ હતું
• EBITDA માર્જિન 17.86% જ્યારે નાણાકીય વર્ષના 23ના બીજા ત્રિમાસિકમાં 21.00% હતું
• કર બાદનો નફો ₹57.53 લાખ જ્યારે નાણાકીય વર્ષના 23ના બીજા ત્રિમાસિકમાં ₹35.71 લાખ હતો
• કર બાદનું નફા માર્જિન 5.32% જ્યારે નાણાકીય વર્ષના 23ના બીજા ત્રિમાસિકમાં 3.79% હતુ
• શેર દીઠ કમાણી ₹0.52 જ્યારે નાણાકીય વર્ષના 23ના બીજા ત્રિમાસિકમાં ₹0.32 હતી
• કુલ આવક ₹1976.05 લાખ જ્યારે નાણાકીય વર્ષના 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ₹1832.40 લાખ હતી
• EBITDA ₹356.39 લાખ જ્યારે નાણાકીય વર્ષના 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ₹325.44 લાખ હતું
• EBITDA માર્જિન 18.04% જ્યારે નાણાકીય વર્ષના 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં 17.76% હતું
• કર બાદનો નફો ₹119.49 લાખ જ્યારે નાણાકીય વર્ષના 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ₹90.07 લાખ હતો
• કર બાદનું નફા માર્જિન 6.05% જ્યારે નાણાકીય વર્ષના 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં 4.92% હતું
• શેર દીઠ કમાણી ₹1.09 જ્યારે નાણાકીય વર્ષના 23ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ₹0.82 હતી
કંપનીની પ્રદર્શન પર ટિપ્પણી કરતા, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી નિરજ ડી. ગડાએ જણાવ્યું, “નાણાકીય વર્ષ 24ના પ્રથમ અર્ધવાર્ષિકની શરૂઆત અત્યંત સકારાત્મક રહી છે, જે અમારી નફાકારકતામાં નોંધપાત્ર સુધારાઓ દ્વારા ચિહ્નિત થયેલ છે, જેનો શ્રેયસારી રીતે ચલાવવામાં આવેલી વ્યૂહાત્મક પહેલોની શ્રેણીને આપી શકાય.
અમે મુખ્ય ઉદ્યોગ-અગ્રણી ઓઈએમના ટિયર 1 ભાગીદારો માટે વિશ્વસનીય સપ્લાયર્સ છીએ. આ અમારા વ્યાપક પોર્ટફોલિયોમાંથી ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો પુરા પાડવાની માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે બજારમાં પસંદગીના સપ્લાયર તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
જેમ જેમ અમે આગળ તરફ જોઈએ છીએ તેમ, ભાવિ વૃદ્ધિ માટેનો અમારો આશાવાદ અતૂટ બની રહ્યો છે, જે અમારા મજબૂત પ્રદર્શન અને ઉદ્યોગમાં અમારી ઉપસ્થિતિ અને પ્રતિષ્ઠાને મજબૂત કરવા માટે અમારા દ્વારા લેવામાં આવેલા વ્યૂહાત્મક પગલાંઓ દ્વારા પ્રેરિત છે.”
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.