ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી
ઉત્તરાખંડ રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે પુષ્કર સિંહ ધામી ગુજરાત આવેલા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી વાયબ્રન્ટ સમિટ ના બે દાયકા ઉત્તરોત્તર વૈશ્વિક પ્રગતિ ની દિશા સાથે પૂર્ણ કર્યા છે તે અંગેની વિગતો આ મુલાકાત દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રીશ્રી ને આપી હતી.
આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાયબ્રન્ટ સમિટ ની ૧૦ મી એડીશનની અંગે ગુજરાતે વિવિધ રાજ્યોમાં રોડ શો નું આયોજન કર્યું છે તે સંદર્ભ માં પણ આ મુલાકાત બેઠકમાં ચર્ચા પરામર્શ થયા હતા.
ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીએ અમદાવાદના અટલ બ્રિજ ની મુલાકાત લીધી હતી અને અમદાવાદના અર્બન ડેવલપમેન્ટ પ્લાનિંગ અને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર થી તેઓ પ્રભાવિત થયા હોવાની લાગણી પણ તેમણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વ્યક્ત કરી હતી.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.
પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરનું એક મહત્વપૂર્ણ ધાર્મિક સીમાચિહ્ન ગોમતી તળાવ, સ્વચ્છતાની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે.
પાટણ શહેર નજીક ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગનો ભોગ બનતા MBBSના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણીયાએ કરુણ રીતે જીવ ગુમાવ્યો હતો.