વી જ્હોને ગ્રૂમિંગ પાર્ટનર તરીકે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે હાથ મિલાવ્યા
પર્સનલ કેર બ્રાન્ડ વી જ્હોને બુધવારે જાહેર કર્યું હતું કે તે આગામી આઈપીએલ ટી20 સિઝન 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની ઓફિશિયલ ગ્રૂમિંગ પાર્ટનર રહેશે.
નવી દિલ્હી : પર્સનલ કેર બ્રાન્ડ વી જ્હોને બુધવારે જાહેર કર્યું હતું કે તે આગામી આઈપીએલ ટી20 સિઝન 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની ઓફિશિયલ ગ્રૂમિંગ પાર્ટનર રહેશે. કે એલ રાહુલની કેપ્ટનશિપ હેઠળની ટીમ આગામી ટી20 ટુર્નામેન્ટમાં તેમની નોન-લીડ ટ્રાઉઝર્સ પર વી જ્હોનનો લોગો દર્શાવશે. આ ટુર્નામેન્ટ ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સના કરોડો ચાહકો નિહાળશે.
વી જ્હોનના જનરલ મેનેજર-માર્કેટિંગ આશુતોષ ચૌધરીએ જણાવ્યું હતું કે “ઓફિશિયલ ગ્રૂમિંગ પાર્ટનર તરીકે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાતા અમે આનંદ અનુભવીએ છીએ. ટીમ અમારી પર્સનલ કેર રેન્જની જેમ જ ક્વોલિટી અને પર્ફોર્મન્સ રજૂ કરે છે અને ઇમ્પ્રેસિવ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. આ ટુર્નામેન્ટથી અમે અમારી પ્રોડક્ટ રેન્જને યુવા અને બહોળા ગ્રાહક વર્ગ સમક્ષ લઈ જઈશું અને અમારી પ્રપોઝિશન રજૂ કરીશું. લખનૌ સુપર જાયન્ટ્સ વધુ એક સફળ સાહસ માટે યોજના બનાવી રહી છે અને અમારા તાલમેલનો લાભ લઈ રહી છે ત્યારે અમે આ ટીમને સપોર્ટ કરવા માટે રોમાંચિત છીએ.”
લખનૌ સુપર જાયન્ટ્સના સીઈઓ શ્રી વિનોદ બિશ્તે જણાવ્યું હતું કે “આગામી સિઝનમાં વી જ્હોન સાથે ભાગીદારી કરતા અમે ગર્વ અનુભવીએ છીએ. આ બ્રાન્ડ બોલ્ડ નવી જનરેશનમાં એક આત્મવિશ્વાસ રજૂ કરે છે જે અમે જે પ્રકારની ક્રિકેટ રમવા માંગીએ છીએ તેવી બ્રાન્ડ સાથે મેળ ખાય છે.”
“એક કંપની તરીકે વી જ્હોન ગ્રૂમિંગ ઈન્ડિયાનું વિઝન અને છ દાયકાથી તેમાં કાર્યરત રહેવાનો વારસો ધરાવે છે. લખનૌ સુપર જાયન્ટ્સ સાથે અમને એક નેચરલ પાર્ટનર મળ્યા છે જે ભારતભરમાં અપીલ અને પ્રચંડ સંભાવનાઓ ધરાવે છે. અમે આગામી સમયમાં એક શાનદાર સિઝન માટે આતુર છીએ અને ટીમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ”, એમ વી જ્હોન ગ્રુપના બિઝનેસ ડિરેક્ટર હર્ષિત કોછરે જણાવ્યું હતું.
ડિસેમ્બરમાં શરૂ થયેલ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નવા વર્ષમાં પણ અટક્યો નથી. નવા વર્ષના પહેલા જ દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો છે.
સોમવારે પણ ટાટા મોટર્સના શેરમાં 2.50 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા 5 મહિનામાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. 1.65 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. એક સમયે કંપની વેલ્યુએશનની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી ઓટો કંપની બની ગઈ હતી.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે સોમવારે અદાણી વિલ્મર લિમિટેડમાં તેના 44 ટકા હિસ્સામાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળવાની જાહેરાત કરી હતી. અદાણી બે તબક્કામાં બિઝનેસમાંથી બહાર થઈ જશે. આ ડીલથી અદાણી ગ્રુપને $2 બિલિયન મળવાની ધારણા છે.