VGGS 2024: 7-9 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં 14મી કન્વેન્શન્સ ઇન્ડિયા કોન્ક્લેવનું આયોજન
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે, ટુરિઝમ કૉર્પોરેશન ઓફ ગુજરાત અને ઇન્ડિયા કન્વેન્શન પ્રમોશન બ્યૂરો દ્વારા સંયુક્ત રીતે 7થી 9 ડિસેમ્બર દરમિયાન ‘સસ્ટેનેબલ MICE: એમ્પાવરિંગ ઇવેન્ટ ટુવર્ડ્સ ધ 5 ટ્રિલિયન ડૉલર ઇકોનોમી’ થીમ પર ત્રણ દિવસીય 14મી કન્વેન્શન્સ ઇન્ડિયા કોન્ક્લેવનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે, ટુરિઝમ કૉર્પોરેશન ઓફ ગુજરાત (TCGL) અને ઇન્ડિયા કન્વેન્શન પ્રમોશન બ્યૂરો (ICPB) દ્વારા સંયુક્ત રીતે 7થી 9 ડિસેમ્બર દરમિયાન ‘સસ્ટેનેબલ MICE: એમ્પાવરિંગ ઇવેન્ટ ટુવર્ડ્સ ધ 5 ટ્રિલિયન ડૉલર ઇકોનોમી’ થીમ પર ત્રણ દિવસીય 14મી કન્વેન્શન્સ ઇન્ડિયા કોન્ક્લેવનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ICPB ભારતની એક સમર્પિત રાષ્ટ્રીય ટોચની સંસ્થા છે જે ભારતને એક પ્રમુખ MICE (બેઠકો, પ્રોત્સાહન,સંમેલન અને પ્રદર્શનો) ક્ષેત્ર તરીકે રજૂ કરે છે.
આ પ્રી-વાયબ્રન્ટ કાર્યક્રમ સંદર્ભે ગુજરાતના પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુક્લા (IAS) અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત (TCGL)ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સૌરભ પારધી (IAS)એ ગાંધીનગરની લીલા હોટલમેં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત (TCGL)ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સૌરભ પારધી (IAS)એ જણાવ્યું કે, “ગુજરાત, તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, સ્થાપત્યની અજાયબીઓ અને વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સ સાથે લીઝર અને બિઝનેસ ટ્રાવેલર્સ બંને માટે આકર્ષક સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. મોટી કોન્ફરન્સ અને કાર્યક્રમો યોજવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. આને એક અલગ સ્તર પર લઈ જવા માટે 14મા કન્વેન્શન ઈન્ડિયા કોન્ક્લેવ દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. અમે તાજેતરમાં G20, વાઇબ્રન્ટ ગુજરાત, ડિફેન્સ એક્સ્પો, પ્રવાસી ભારતીય દિવસ અને બીજી ઘણી MICE ઇવેન્ટ્સનું આયોજન કર્યું છે જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.”
ડૉ. સૌરભ પારધીએ વધુમાં જણાવ્યું કે, “મોટી MICE ઈવેન્ટ્સનું આયોજન કરવા માટે ગુજરાતમાં અમારી પાસે મહાત્મા મંદિર,સ્ટેચ્યુ ઑફ યુનિટી, રણ ઉત્સવ અને અન્ય અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે સફળતાપૂર્વક કાર્યક્રમની યજમાની કરવા માટે ગુજરાતની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ પ્લેટફોર્મ અમને ગુજરાતના એવા સ્થળોએ પ્રદર્શિત કરવાની તક આપશે, જ્યાં નોંધપાત્ર કાર્યક્રમોથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આકર્ષિત થાય છે.”
ગુજરાતના પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુક્લા (IAS) એ કહ્યું, “MICE સેક્ટર એ આખા વર્ષ દરમિયાન પ્રવાસનને વેગ આપવા માટે પ્રવાસન ક્ષેત્રમાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ પ્રયાસો પૈકીનું એક છે. તેની એક વિશેષતા એ છે કે આખું વર્ષ કોન્ફરન્સ અને મીટિંગ્સ આયોજિત થાય છે અને તેના કારણે અર્થતંત્રને સીધો લાભ થાય છે. તેથી ગુજરાત હવે તે ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.”
ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુક્લા (IAS) એ વધુમાં જણાવ્યું, “ગત વર્ષના રિપોર્ટ મુજબ, પ્રવાસન ક્ષેત્રે ભારતની મુલાકાત લેવા આવતા કુલ વિદેશી પ્રવાસીઓમાં ગુજરાત નંબર વન પ્રેફરન્સ છે. સ્થાનિક પ્રવાસનના ક્ષેત્રમાં પણ ગુજરાત ટોચના પાંચમાં સ્થાન ધરાવે છે.”
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ક્રિસ જેનકિન્સ ઓબીઇ સાથે બેઠક યોજી હતી જેમાં રમતગમત ક્ષેત્રના ભવિષ્ય અને ભારતમાં આગામી આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી
૭૬મા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વસંધ્યાએ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ત્રણ દિવસીય પોલીસ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું.
૭૬મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં, તાપી જિલ્લા માટે ૨૪૦ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની શ્રેણી શરૂ કરી, જે