વડોદરા જિલ્લા ખેલ મહાકુંભ 2.O ફૂટબોલ સ્પર્ધા નું સમાપન
તાજેતરમાં ખેલ મહાકુંભ 2.0 ની અંડર 14, અંડર 17 અને ઓપન કેટેગરીની ભાઈઓની ફૂટબોલ સ્પર્ધા નું એસએજી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, વાઘોડિયા રોડ, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. ત્રણે કેટેગરીની કુલ મળી 100 થી પણ વધુ ટીમોએ ભાગ લીધો હતો.
તાજેતરમાં ખેલ મહાકુંભ 2.0 ની અંડર 14, અંડર 17 અને ઓપન કેટેગરીની ભાઈઓની ફૂટબોલ સ્પર્ધા નું એસએજી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, વાઘોડિયા રોડ, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. ત્રણે કેટેગરીની કુલ મળી 100 થી પણ વધુ ટીમોએ ભાગ લીધો હતો.
વડોદરા સીટી ફૂટબોલ સ્પર્ધાના કન્વીનર રાજા સોલંકી (પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલના વ્યાયામ શિક્ષક) એ ખુબ જહેમદ ઉઠાવવી આ સ્પર્ધાને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ સ્પર્ધા આ સમગ્ર સ્પર્ધા જિલ્લા રમત વિકાસ અધિકારી ક્રિષ્ના પંડ્યા ના માર્ગદર્શન હેઠળ વિના કોઈ વિધ્ને ખૂબ જ શાંતિપૂર્ણ અને સારી રીતે યોજાઇ હતી.
સ્પર્ધાના પરિણામ અન્ડર 14 ચેમ્પિયન ડીપીએસ (હરણી) ઉપજેતા ન્યુ એરા સ્કૂલ અને તૃતીય સ્થાને એનઆઈએસવી સ્કૂલ રહી હતી.
અન્ડર 17 ચેમ્પિયન SYGNAS, ઉપવિજેતા KV AFS મકરપુરા અને તૃતિય સ્થાને DPF કલાલી.ઓપન એજ ગ્રુપ ચેમ્પિયન Unknown FC, ઉપવિજેતા MSU -A અને તૃતિય સ્થળને Real Indians.
વિજેતા ટીમ અને ખેલાડીઓને ખૂબ જ ખેલી પૂર્વક રમી પોતાના સુંદર કૌશલ્યોનો પ્રદર્શન કરવા બદલ આયોજકો તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
કોલેજ કક્ષાએ તા.૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવાશક્તિને મોટાપાયે સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતામાં સુધારો કરવા માટે અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં આગામી આદેશ સુધી બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
PM મોદીનું વિકાસ ભારત 2047 વિઝન ભારતના વિકાસ માટે પરિવર્તનશીલ માર્ગ નક્કી કરે છે, જેમાં ગુજરાત તેની અસાધારણ સિદ્ધિઓ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવે છે.