વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.૧૧ કરોડના ૫૨૬ કામો મંજૂર કરાયા
ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ વડોદરા જિલ્લામાં આયોજન હેઠળના બાકી કામો ઝડપભેર પૂર્ણ કરવા જણાવ્યું હતું.જેથી નાગરિકોની સુવિધાઓમાં વધારો કરી શકાય.
વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠક વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને મળી હતી. ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ વડોદરા જિલ્લામાં આયોજન હેઠળના બાકી કામો ઝડપભેર પૂર્ણ કરવા જણાવ્યું હતું.જેથી નાગરિકોની સુવિધાઓમાં વધારો કરી શકાય.જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોના નાના નાના પ્રશ્નોનો ઝડપભેર ઉકેલ લાવવા તેમણે તંત્ર વાહકોને સૂચનાઓ આપી હતી.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ જિલ્લાના આઠ તાલુકાઓ માટે રૂ.૯૭૫ લાખના ખર્ચે ૪૯૯ વિકાસ કામ, પાંચ ટકા પોત્સાહક જોગવાઈ હેઠળ રૂ.૨૫ લાખના ૧૧ કામો તેમજ જિલ્લાની ચાર નગરપાલિકાઓ માટે રૂપિયા એક કરોડના ૧૬ કામો સહિત કુલ રૂ.૧૧૦૦ લાખના ૫૨૬ વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા હતા.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ વિકેન્દ્રિત જિલ્લા આયોજન તથા એટીવીટી યોજના વર્ષ ૨૦૨૦-૨૧ થી વર્ષ ૨૦૨૩-૨૪ સુધીના કામોની વિસ્તૃત સમીક્ષા કરવા સાથે સાંસદ સભ્ય ગ્રાન્ટના કામોની સમીક્ષા કરી હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ખાસ પ્લાનની યોજનાના વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૧૦ લાખના ખર્ચે હાથ ધરાનાર ત્રણ કામો મંજુર કરવામાં આવ્યા હતા.
જિલ્લા આયોજન અધિકારી શ્રી એમ.આર. રાઓલે આયોજન મંડળના કામોની વિસ્તૃત વિગતો આપી હતી. ગૃહ રાજ્ય મંત્રીશ્રી ગાંધીનગર ખાતેથી આ બેઠકમાં જોડાયા હતા.વડોદરા કલેકટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહીડા,મેયર શ્રીમતી પિન્કીબેન સોની,ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ, તાલુકા પંચાયત,નગર પાલિકાના પ્રમુખશ્રીઓ,કલેકટર શ્રી બિજલ શાહ,જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા,અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.