Vadodara Police Camp : બાળકોને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જ્ઞાન અને સંસ્કૃતિનું પિરસણ
છ દિવસીય સમર કેમ્પમાં શહેરના ૨૭૦ બાળકોને જ્ઞાન સાથે મળી રહી છે જવાબદાર નાગરિક બનવાની તાલીમ
વડોદરા: વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના હેઠળ તા. ૦૧/૦૫/૨૦૨૩ થી તા. ૦૬/૦૫/૨૦૨૩ સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પમાં એસ.પી.સી. કેડેટના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ ભાગ લઈ રહ્યા છે. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી નમન હોસ્ટેલમાં આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘની સૂચના પ્રમાણે ડી. સી. પી. (ઝોન-૨) શ્રી અભય સોનીના માર્ગદર્શનમાં વડોદરા શહેરની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ‘સમર કેમ્પ-૨૦૨૩’નું આયોજન કરવામાં આવ્યું છે. એસ.પી.સી. અભ્યાસક્રમ તેમજ સમર કેમ્પના સમય પત્રક મુજબ આયોજીત આ કેમ્પમાં ૨૭૦ જેટલા બાળકોને પોલીસ વિભાગની સમાજ પ્રત્યેની જવાબદારીથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. અનેકવિધ પ્રવૃત્તિઓ થકી જ્ઞાન અને સંસ્કૃતિના પિરસણ સાથે બાળકોને જવાબદાર નાગરિક બનવાની તાલીમ પણ આપવામાં આવી રહી છે.
આ કેમ્પમાં શિસ્ત સર્વોપરીની ભાવના કેળવવા સહિત બાળકોને પર્યાવરણનું જતન અને તેનું મહત્વ, ટ્રાફિક અંગે જાગૃતતા, સ્વચ્છતા અને આરોગ્યલક્ષી પ્રાથમિક સમજ, નેતૃત્વના ગુણો વિકસાવવા સહિત પોલીસ વિભાગની સમાજ પ્રત્યેની જવાબદારીઓથી માહિતીગાર કરવામાં આવી રહ્યા છે. પોલીસ વિભાગની જવાબદારી અને કામગીરી મહેસૂસ કરાવવા બાળકોને ખાખી (વર્દી) યુનિફોર્મમાં જ કસરત તથા પરેડ કરાવવામાં આવે છે.
તદુપરાંત અનેક વિવિધ જન-જાગૃતિ વ્યાખ્યાનોથી બાળકોમાં કાયદો, સુરક્ષા, ગુડ અને બેડ ટચની સમજ, રંગોળી, નૃત્ય, ઝુમ્બા ડાન્સ, વિશિષ્ટ વ્યક્તિનું ઉદબોધનમાં “સ્વાતી-માઈકલ મોઝદા” સાથે વિવિધ પ્રકારની રમતો, ગામની મુલાકાત જેમાં ગ્રામ પંચાયત, સરકારી દવાખાનું, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, તળાવ, નદી, વગેરેની સમજ સાથે કામગીરીની સમજ પણ આપવામાં આવે છે.
એસ.પી.સી કેડેટ લોકો પ્રત્યે સન્માનની ભાવના કેળવવા, બાળક સકારાત્મક અને ઉર્જાવાન બને તથા ભવિષ્યનો સારો નાગરીક બનીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓ સુપેરે નિભાવી શકે તેવા હેતુથી સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
ધો. ૮ ના અંદાજિત ૨૭૦ બાળકો (જુનિયર કેડેટ્સ) તેમજ પોલીસ વિભાગમાંથી એ.ડી.આઈ (પોલીસ કર્મચારી) અને શિક્ષણ વિભાગમાંથી સી.પી.ઓ (શિક્ષક કર્મચારી) આ કેમ્પમાં સહભાગી થયા છે.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.