વડોદરાઃ આ વિસ્તારમાં એટલું પાણી ભરાઈ ગયું કે મગર ઘરની છત પર પહોંચી ગયો
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અવિરત વરસાદે હજુ પણ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ઘરની છત પર મગર જોવા મળી રહ્યો છે.
5 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતની હાલત કફોડી બની છે. ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં વરસાદને પગલે અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 29 ઓગસ્ટ, ગુરુવારે સતત પાંચમા દિવસે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે. અત્યાર સુધીમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 17,800 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આવો તમને જણાવીએ કે વીડિયોમાં શું આશ્ચર્યજનક જોવા મળ્યું.
હાલમાં વડોદરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ચારેબાજુ પાણી દેખાઈ રહ્યું છે. વીડિયોને જોતા સ્પષ્ટ થાય છે કે ઘણા ઘરો અડધાથી વધુ પાણીમાં ડૂબી ગયા છે. આ પૂર જેવી સ્થિતિ વચ્ચે એક મગર ઘરની છત પર પડેલો જોવા મળે છે. કેમેરામેને મગરને ઝૂમ કરીને વીડિયોમાં બતાવ્યો. ઘણા લોકો આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
વડોદરામાં પૂરના કારણે સૌથી વધુ તબાહી થઈ છે. વડોદરામાં તો સર્વત્ર પૂર જ દેખાઈ રહ્યા છે. લોકો તેમના ઘરોમાં કેદ છે. રસ્તાઓ પર કેટલાય ફૂટ પાણી વચ્ચે લોકો પોતાના ઘરની બહાર ટ્રેક્ટરમાંથી જરૂરી સામાન લેવા માટે આવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં બનેલા મકાનો અને દુકાનોમાં પૂરના પાણી ઘુસી ગયા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પાણી વહી રહ્યું છે. નદીમાં રહેતા મગરો રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં લોકોના જીવ જોખમમાં મુકાયા છે. વડોદરાના માર્ગો પર ફોર વ્હીલર અને ટુ વ્હીલર પાર્ક કરતા લોકોને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 10 હજાર જેટલી કાર પાણીમાં ગરકાવ છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.