વેન હ્યુસેને વુમન્સ ફેશન માટે તેની નવી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તાપસી પન્નુની ઘોષણા કરી
આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેઈલ લિ.ની ભારતની અગ્રણી પાવર ડ્રેસિંગ બ્રાન્ડ વેન હ્યુસેન દ્વારા અપવાદાત્મક પ્રતિભાશાળી અને બહુમુખી અભિનેત્રી તાપસી પન્નુને તેની નવી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પોતાની સાથે જોડી હોવાની ગૌરવભેર ઘોષણા કરવામાં આવી છે.
મુંબઈ : આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેઈલ લિ.ની ભારતની અગ્રણી પાવર ડ્રેસિંગ બ્રાન્ડ વેન હ્યુસેન દ્વારા અપવાદાત્મક પ્રતિભાશાળી અને બહુમુખી અભિનેત્રી તાપસી પન્નુને તેની નવી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પોતાની સાથે જોડી હોવાની ગૌરવભેર ઘોષણા કરવામાં આવી છે.
વેન હ્યુસેન આધુનિક ભારતમાં પ્રભાવશાળી પરિવર્તન લાવનારા આગેવાનો માટેની બ્રાન્ડ છે. બ્રાન્ડ ગ્રાહકોને શ્રેષ્ઠ ફેશન અને ફંકશનાલિટી આપવા માટે સતત પ્રયાસ કરે છે. અગ્રણી અભિનેત્રી તાપસીએ તેની ફિલ્મો થકી પ્રભાવ પાડ્યો છે. તે હેતુપ્રેરિત, આત્મવિશ્વાસુ, શક્તિશાળી અને હંમેશાં સુસજ્જ આજની આધુનિક નારીનું પ્રતિનિધિત્વ કરે છે.
વેન હ્યુસેનની લીડ એવરી રોલ કેમ્પેઈન વેન હ્યુસેનની બહુમુખી આધુનિક ફેશન અને તાપસીના પ્રભાવશાળી વ્યક્તિત્વને ઉત્તમ રીતે પ્રદર્શિત કરે છે. કેમ્પેઈન મુખ્યત્વે અગ્રણી ડિજિટલ મંચોમાં દેખાશે.
આ સહયોગ વિશે બોલતાં વેન હ્યુસેનના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી અભય બહુગુણેએ જણાવ્યું હતું કે, “અમે આધુનિક, ઈચ્છનીય મહિલા માટે ફોર્સ મલ્ટીપ્લાયર બનવા માટે કટિબદ્ધ છીએ. અમને તાપસીને અમારી સાથે જોડવાની બેહદ ખુશી છે, કારણ કે તે ખરા અર્થમાં આજની મહત્ત્વાકાંક્ષી અને શક્તિશાળી નારીનું પ્રતિનિધિત્વ કરે છે. તાપસી વેન હ્યુસેન માટે એકદમ અનુકૂળ છે, કારણ કે તે આત્મવિશ્વાસુ વ્યક્તિત્વ ધરાવે છે અને ઘણી બધી વેન હ્યુસેનની મહિલા ગ્રાહકોની જેમ જ મજબૂત અંગત ધ્યેય ધરાવે છે. મહિલા માટે ભારતની અગ્રણી વેસ્ટર્નવેર બ્રાન્ડ તરીકે તેની કાબેલિયતને સિદ્ધ કરનારી બ્રાન્ડ માટે મોટી છલાંગ છે.”
વેન હ્યુસેન સાથે સહયોગ પર બોલતાં તાપસી પન્નુએ જણાવ્યું હતું કે, “વેન હ્યુસેનનો નવો ચહેરો બનવા માટે મને બેહદ ખુશી અને રોમાંચ છે, કારણ કે મને લાગે છે કે આ બ્રાન્ડ ખરા અર્થમાં મહત્ત્વાકાંક્ષી અને સ્વસર્જિત આજની ભારતીય નારી ખરા અર્થમાં આલેખિત કરે છે. વેન હ્યુસેન બહુમુખી અને ફેશનેબલ ઓફર ધરાવે છે અને હું લીવ એવરી રોલ કેમ્પેઈનનો હિસ્સો બનવા માટે બેહદ ખુશ છું, કારણ કે આ સંકલ્પના તરીકે મારા મનની અત્યંત નિકટ છે.”
ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર નફાકારક રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 566 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 76,404 પર અને નિફ્ટી 130 પોઈન્ટ અથવા 0.57 ટકા વધીને 23,155 પર હતો.
ભારતીય શેરબજાર મંગળવારે સપાટ નોંધ પર ખુલ્યું હતું, જેમાં મુખ્ય સૂચકાંકો મિશ્ર રીતે ટ્રેડ થતા હતા. સવારે 9:33 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 116 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 76,957 પર હતો, જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ અથવા 0.08% વધીને 23,363 પર હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 21 જાન્યુઆરી, 2025ના રોજ, WTI ક્રૂડ ઓઈલ 1.46% ઘટીને $76.74 પ્રતિ બેરલ થઈ ગયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.02% વધીને $80.17 પ્રતિ બેરલ થઈ ગયું. આ ફેરફારોને કારણે ભારતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.