વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે અમદાવાદ મંડળ માં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન
આ આયોજન મુખ્ય તબીબી અધિક્ષક શ્રીમતી ડો. ભાનુમતિ શેખરના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં મંડળ ના વિભિન્ન ભાગોમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા માટે અનેક પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવી.
પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ માં તબીબી વિભાગ દ્વારા 7 એપ્રિલ 2025 ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે વિવિધ જાગૃકતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજન મુખ્ય તબીબી અધિક્ષક (સીએમએસ) શ્રીમતી ડો. ભાનુમતિ શેખરના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં મંડળના વિભિન્ન ભાગોમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા માટે અનેક પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવી.
મંડળ રેલ્વે હોસ્પિટલ સાબરમતી માં એક ખાસ વ્યાખ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ એસીએમએસ ડૉ. મોનિકા શર્માએ કર્યું હતું. આ સત્રમાં મંડળ રેલ્વે હોસ્પિટલના તમામ સ્ટાફ અને 100 થી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો હતો.આ વ્યાખ્યાનમાં સ્વસ્થ જીવનશૈલી અને પોષણ સંબંધિત ઘણા મહત્વપૂર્ણ પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડૉ. સુશાંત રંજન સિનિયર ડીએમઓ (બાળરોગ) એ શિશુ અને નાના બાળકોના પોષણ અંગે સંક્ષિપ્ત પરિચય આપ્યો. તેમણે માતાના પોષણ, સ્તનપાન, પૂરક પોષણ, રસીકરણ, જંક ફૂડની અસરો અને જીવનશૈલી થી થનારા નુકસાન પર વિગતવાર ચર્ચા કરી.ડૉ. રંજને જણાવ્યું હતું કે સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર અને નિયમિત કસરત અત્યંત મહત્વપૂર્ણ છે, અને બાળકોને સ્વસ્થ પોષણ પૂરું પાડવું તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે.
કાર્યક્રમ દરમિયાન, અમદાવાદ, કાંકરિયા, પાલનપુર અને મહેસાણા રેલ્વે હેલ્થ યુનિટ અને અમદાવાદ, કાંકરિયા, પાલનપુર, મહેસાણા, સાબરમતી, વટવા, વિરમગામ અને ધ્રાંગધ્રા રેલ્વે કોલોની સહિત અનેક સ્થળોએ સ્વાસ્થ્ય જાગૃકતા રેલીઓ કાઢવામાં આવી હતી અને બેનરો અને પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રેલ્વે કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓને સ્વસ્થ જીવનશૈલીના મહત્વ વિશે જાગૃત કરવાનો અને તેમને યોગ્ય પોષણ, નિયમિત કસરત અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરવાનો હતો.
અલ્હાબાદ બેન્કના ચેક બાઉન્સ કેસમાં બી આર ટ્રેડિંગના માલિક ભૂપેન્દ્ર પટેલને 12 મહિનાની સજા. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ થયેલી આ કાર્યવાહીમાં એડવોકેટ શ્રી નાનુભાઈ બ્રહ્મક્ષત્રિયની મહત્વની ભૂમિકા. અમદાવાદ કોર્ટના આ ચુકાદા વિશે સંપૂર્ણ વિગતો જાણો.
નમો શક્તિ એક્સપ્રેસ વે તથા અમદાવાદ-સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે વગેરેની કામગીરી માટે જમીન સંપાદન અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ પ્રક્રિયામાં ઝડપ અને યોજનાઓ સમયસર શરૂ થાય તેવા આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક સિટી બસ ટ્રાફિક સિગ્નલ પર વાહનો તેમજ રાહદારીઓને ટક્કર મારતા ત્રણ લોકોના મોત થયા હતા.