પૂજ્ય પ્રભુદાસબાપુના સ્મરણમાં તલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન
તારીખ ૨૯/૧૧/૨૩નો દિવસ એટલે પૂજ્ય પ્રભુદાસબાપુની પુણ્યતિથિ. શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રતિવર્ષ પૂજ્ય પ્રભુદાસબાપુના પુણ્ય સ્મરણમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પોનું આયોજન થાય છે. આગામી તારીખ ૨૯/૧૧ ના રોજ સવારે ૯.૩૦ કલાકે તલગાજરડા ગામની ૮ સર્વજ્ઞાતિય કન્યાઓના સમૂહલગ્ન યોજાશે.
તારીખ ૨૯/૧૧/૨૩નો દિવસ એટલે પૂજ્ય પ્રભુદાસબાપુની પુણ્યતિથિ. શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રતિવર્ષ પૂજ્ય પ્રભુદાસબાપુના પુણ્ય સ્મરણમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પોનું આયોજન થાય છે. આગામી તારીખ ૨૯/૧૧ ના રોજ સવારે ૯.૩૦ કલાકે તલગાજરડા ગામની ૮ સર્વજ્ઞાતિય કન્યાઓના સમૂહલગ્ન યોજાશે. ગામની દીકરીઓનો લગ્નવિધિ, તેમજ કરિયાવર પેટે પ્રત્યેક દીકરીને રૂ.૫૧,૦૦૦ તેમજ ભોજનની વ્યવસ્થા શ્રી ચિત્રકૂટધામ તરફથી કરવામાં આવશે. આ સમુહલગ્નમાં ગણિકા પરિવારની બે દીકરીઓનો પણ સમાવેશ થાય છે.
પ્રતિ વર્ષ ટ્રસ્ટ દ્વારા સંતવાણીના આરાધકોની વંદના કરવામાં આવે છે. જે અન્વયે તારીખ ૨૯/૧૧ ને દિવસે શ્રી ચિત્રકૂટધામ ખાતે બપોરે ૩.૩૦ થી ૬ દરમ્યાન ‘ભજન-વિચાર સંગોષ્ઠી’ યોજાશે જેમાં શ્રી. નાથાલાલ ગોહિલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગ્રંથ-‘સંતવાણી શબ્દકોશ’ નું પૂજ્ય મોરારીબાપુના હસ્તે લોકાર્પણ થશે. આ ગ્રંથ વિષે શ્રી દલપત પઢીયાર શ્રી રમેશ મહેતા અને શ્રી નાથાલાલ ગોહિલ વક્તવ્યો આપશે. આ કાર્યક્રમનું સંચાલન શ્રી. નીતિનભાઈ વડગામા કરશે. આ કાર્યક્રમ દરમ્યાન જાણીતા શિક્ષણકાર શ્રી તખુભાઈ સાંડસુરના બે પુસ્તકોનું લોકાર્પણ પણ યોજાશે.
રાત્રીના ૮ વાગ્યે શ્રી ચિત્રકૂટધામ ખાતે જાણીતા માણભટ્ટ પૂજ્ય શ્રી ધાર્મિકલાલ પંડ્યા દ્વારા આખ્યાનનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સંતવાણીની વિવિધ વિધાઓના આરાધકોને એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ વર્ષે જેમની વંદના કરવામાં આવશે તેમાં ૧. સંતવાણીના સર્જક-સર્વશ્રી સંત કવિ શ્રી પૂ. ધના ભગત (ધોળા) ના પ્રતિનિધિ શ્રી મહંત પૂજ્ય બાબુરામ ભગત તેમજ ૨. શ્રી. ભારતીબેન વ્યાસ (ભજનિક) ૩. શ્રી ઉસ્તાદ અબુબકર મામદ મીર ( તબલાં સંગત) ૪. શ્રી મહેશભાઈ નરસીભાઈ વાઘેલા (વાયોલિન સંગત) ૫. શ્રી નાગજીભાઈ સરવૈયા (મંજીરાં સંગત ) ને પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવશે. સમારંભના અંતમાં પૂજ્ય મોરારિબાપુનું પ્રાસંગિક વક્તવ્ય રહેશે. એવોર્ડ અર્પણવિધિ બાદ ગુજરાતના નામી-અનામી કલાકારો દ્વારા સંતવાણી પ્રસ્તુત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને આપ સંગીતની દુનિયાની યુ.ટ્યુબ ચેનલ પર લાઇવ નિહાળી શકશો.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.