પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ રેલી, પર્યાવરણ રક્ષા શપથ, વૃક્ષારોપણ, ચિત્ર સ્પર્ધા, શેરી નાટક, રોપા વિતરણ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણ જાગૃતિ રેલી, પર્યાવરણ રક્ષા શપથ, વૃક્ષારોપણ, ચિત્ર સ્પર્ધા, શેરી નાટક, રોપા વિતરણ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર શ્રી ભજન લાલ મીના એ જણાવ્યું હતું કે આ વર્ષે પર્યાવરણ દિવસની થીમ છે "ભૂમિ પુનઃસ્થાપન, મરૂસ્થલીકરણ અને દુષ્કાળ સામે પહોચી વળવાની ક્ષમતા" છે.આના પર એક સમકાલીન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તાઓમાં મિશન લાઇફના શ્રી મનીષ નાઈકે વાંસ અને રેલવે વિષય પર પ્રવચન આપ્યું હતું, તેઓ ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઇન પ્રોડક્ટ્સમાં 35 વર્ષનો ઊંડો અનુભવ ધરાવે છે. સુશ્રી શ્રેયા દલવાડી કે જેઓ ગ્રીન ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ અને કન્સલ્ટન્ટ છે. તેમણે ઇકો ફ્રેન્ડલી મડ વૉલ (માટીની દીવાલ)ના વિષય પર વિગતવાર સમજાવ્યું હતું. પૃથ્વી રક્ષક ફાઉન્ડેશનના શ્રી સુરેન્દ્ર બી. (સમીર ભાઈ)એ વર્તમાન પરિપેક્ષમાં પૃથ્વીના પર્યાવરણને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે અંગે વિસ્તૃત રીતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
મંડળ રેલવે પ્રબંધક શ્રી જીતેન્દ્ર સિંહ ના નેતૃત્વમાં તમામ અધિકારીઓ,રેલવે કર્મચારીઓ અને ભારત સ્કાઉટ અને ગાઈડના સભ્યોએ પ્રતાપનગર મંડળ કાર્યાલયના પ્રાંગણમાં પર્યાવરણના શપથ લીધા હતા અને પર્યાવરણ જાગૃતિ રેલીમાં ભાગ લીધો હતો.આ પ્રસંગે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
મંડળ યાંત્રિક એન્જિનિયર (ENHM) શ્રી નિખિલ ગુપ્તાના જણાવ્યા મુજબ, પર્યાવરણ દિવસ પર જાગૃતિ વધારવા માટે, બાળકો માટે બે કેટેગરીમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 6 થી 12 વર્ષ અને 13 થી 18 વર્ષની વયના કુલ 37 બાળકોએ તેમની કલા ને પ્રદર્શિત કરી હતી. ડીઆરએમ શ્રી જીતેન્દ્ર સિંહે તમામ વિજેતાઓને પુરસ્કારો પણ અર્પણ કર્યા હતા.
વડોદરા સ્ટેશન પર સ્ટેશન ડાયરેક્ટર શ્રી કે. જી. સોનીએ ઉપસ્થિત રેલવે કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ સ્ટાફ અને કુલીઓને પર્યાવરણના શપથ લેવડાવ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું. આ દરમિયાન રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મંડળના અન્ય સ્ટેશનો, સંસ્થાનો અને વર્કશોપમાં પણ આ દરમિયાન, વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ચોમાસાના સત્ર દરમિયાન રેલવેની જમીન પર મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી જમીનનો ગ્રીન કોરીડોર વધારી શકાય.
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,