Varun Dhawan- Samantha Ruth Prabhuએ સર્બિયાના નાઇટક્લબમાં ડાંસ કરી દેખાડયા કિલર મુવ્સ
વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં એક્શન સીરિઝ 'સિટાડેલ'માં જોવા મળશે. બંને હાલમાં સર્બિયામાં તેનું શૂટિંગ કરી રહ્યા છે. શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંને ડાન્સની મજા લેતા જોવા મળે છે.
Varun Dhawan- Samantha Ruth Prabhu dance: વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુ ટૂંક સમયમાં એક્શન સીરિઝ 'સિટાડેલ'માં જોવા મળશે. બંને હાલમાં સર્બિયામાં તેનું શૂટિંગ કરી રહ્યા છે. શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંને ડાન્સની મજા લેતા જોવા મળે છે.
લાગે છે કે ફિલ્મના ક્રૂએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો સર્બિયાના એક ક્લબનો લાગે છે, જેમાં ફિલ્મનો ક્રૂ થોડો ફ્રી ટાઈમ માણવા ગયો હતો. વીડિયોમાં સામંથા બ્લેક લેધર પેન્ટ અને ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે. તેણે ચશ્મા પહેર્યા છે અને તેના હાથમાં બીયરની બોટલ પણ જોઈ શકાય છે. આ લુકમાં સામંથા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. સામંથા પુષ્પાના તેના સુપરહિટ ગીત 'ઓ અંતવા' પર ડાન્સ કરતી જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે વરુણ અને સામંથા રુસો બ્રધર્સની ફેમસ હોલીવુડ વેબ સીરિઝ 'સિટાડેલ'ના ઈન્ડિયન ઈન્સ્ટોલમેન્ટને લઈને ચર્ચામાં છે. બંને 'સિટાડેલ'ની ભારતીય રિમેકનો ભાગ છે. આ એક સાયન્સ ફિક્શન વેબ સિરીઝ કહેવામાં આવી રહી છે.
પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડન સ્ટારર એક્શન થ્રિલર ઇન્ટરનેશનલ સિરીઝ 'સિટાડેલ'નું થોડા દિવસો પહેલા લંડનમાં ભવ્ય પ્રીમિયર યોજાયું હતું. આ પ્રસંગે શોના ભારતીય સંસ્કરણની ટીમ પણ હાજર હતી. સામંથા રૂથ પ્રભુ અને વરુણ ધવન કે જેઓ 'સિટાડેલ'ના ભારતીય સંસ્કરણમાં જોવા મળશે તેઓ દિગ્દર્શક જોડી રાજ અને ડીકે સાથે શોના લંડન પ્રીમિયરમાં હાજરી આપી હતી. સમાંથા અને વરુણની કેમેસ્ટ્રીએ ઈવેન્ટમાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
ખાસ સાંજ માટે, સમન્થાએ વિક્ટોરિયા બેકહામના કલેક્શનમાંથી બ્લેક આઉટફિટ પહેર્યો હતો. ફિટિંગ બ્લેક ક્રોપ ટોપ અને મેચિંગ એન્કલ લેન્થ સ્કર્ટમાં તે ડ્રોપ ડેડ ખૂબસૂરત દેખાતી હતી. તેણીએ સાપના હાર સાથે તેના દેખાવને પૂરક બનાવ્યો. સામંથા સાથે બ્લેક કલરમાં ટ્વિન કરતી વખતે, વરુણ ટી, જેકેટ અને મેચિંગ પેન્ટમાં ડેશિંગ દેખાતો હતો.