કોટ્રાએ વેદાંતાને રોકાણની તકો દર્શાવવા માટે આમંત્રિત કરી
બૂમ અપ કોરિયા 2023માં વેદાંતાના આકર્ષ હેબરે રોકાણકારોને ભારતમાં આવી રોકાણ કરવા વિનંતી કરી,ભારત સરકારના અધિકારીઓ દ્વારા સમર્થિત રોડ શો
દક્ષિણ કોરિયા સરકાર દ્વારા સંચાલિત સરકારી ફંડેડ ટ્રેડ અને ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન કોટ્રાએ હાલ ચાલી રહેલી બૂમ અપ કોરિયા 2023 ઈવેન્ટ ખાતે કોરિયન ઉદ્યોગ સાથે ભારતમાં રોકાણની તકો પર ચર્ચા કરવા માટે વેદાંતાને આમંત્રિત કરી હતી.
વેદાંતાના સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે બિઝનેસના ગ્લોબલ મેનેજિંગ ડિરેક્ટર શ્રી આકર્ષ કે. હેબરે કોરિયાના ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી લગભગ 50 કંપનીઓના બિઝનેસ લીડર્સને સંબોધિત કર્યા હતા. એક વિશેષ ક્યુરેટેડ રોડ શોમાં, તેમણે ભારતમાં ગુજરાત ખાતે વેદાંતાના આયોજિત ડિસ્પ્લે ફેબ અને કોરિયન કંપનીઓ માટે રોકાણની વિશાળ તકો વિશે વાત કરી હતી.
વેદાંતા ગુજરાતમાં ભારતની પ્રથમ ડિસ્પ્લે ફેબની સ્થાપના કરી રહી છે," એમ શ્રી આકર્ષ કે. હેબરે જણાવ્યું હતું. “આ એક એવું ન્યુક્લિયસ હશે જે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ કંપનીઓને આકર્ષિત કરશે. ભારત સરકારની ઈન્વેસ્ટમેન્ટ-ફ્રેન્ડલી નીતિઓને જોતાં કોરિયન કંપનીઓ માટે આ ઇલેક્ટ્રોનિક્સ હબમાં રોકાણ કરવાની વિશાળ તક છે.”
કોટ્રાએ દક્ષિણ કોરિયામાં ભારતના રાજદૂત શ્રી અમિત કુમાર અને ગુજરાત સરકારના અધિકારીઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના આઈસીટી અને ઈ-ગવર્નન્સના આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી મનીષ નાઈક પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અમિત કુમારે નવીનતા અને પ્રતિભા, નાણાંકીય સંસાધનો, સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ અને ઉદ્યોગોને સાનુકૂળ એવી નીતિઓના આદર્શ મિશ્રણ સાથે રોકાણ માટે સૌથી વધુ ઉદાર વલણ ધરાવતા દેશ તરીકે ભારત વિશે વાત કરી હતી.
બૂમ અપ કોરિયા એ વાર્ષિક કાર્યક્રમ છે જેનું કોરિયાના વેપાર, ઉદ્યોગ અને ઊર્જા મંત્રાલયના સહયોગથી કોટ્રા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વેદાંતા ગ્રુપની કંપની અવાન્સ્ટ્રેટ ઈન્કોર્પોરેશન કોરિયા અને તાઈવાનમાં ઉત્પાદન એકમો ધરાવે છે અને ડિસ્પ્લે ગ્લાસ ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી છે. અવાન્સ્ટ્રેટનો કોરિયામાં યોંગટેક-સી પ્લાન્ટ છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે અને જેન 4થી જેન 8 ટીએફટી ડિસ્પ્લે ગ્લાસનું ઉત્પાદન કરે છે. આ પ્લાન્ટ કંપનીનું આરએન્ડડી સેન્ટર પણ છે જે વેફર ગ્લાસ, અલ્ટ્રા-થીન ગ્લાસ, નેક્સ્ટ જનરેશન કવર ગ્લાસ અને એઆર/વીઆર ગ્લાસ એપ્લિકેશન્સ પર કામ કરે છે.
શેરબજારની વર્તમાન સ્થિતિ જોતાં, તમને લાગશે કે સેન્સેક્સ 1 લાખ પોઈન્ટને પાર કરશે તેવી વાતો સંપૂર્ણપણે બકવાસ છે. છતાં, એક અંદાજ છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ 1 લાખ પોઈન્ટ કેવી રીતે પાર કરશે?
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5-0.5 ટકાનો ઘટાડો થયો. આજના કારોબારમાં, નિફ્ટીમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટીસીએસ સૌથી વધુ ઘટ્યા હતા.
બજારમાં મંદી વચ્ચે NSDLનો રૂ. 3,000 કરોડનો IPO લોન્ચ! IPO તારીખ, કિંમત, ફાળવણી, GMP, અને છૂટક રોકાણકારો માટે મહત્વપૂર્ણ ટીપ્સ જાણો. તમામ વિગતો અને નિષ્ણાત અહેવાલો સાથે સંપૂર્ણ સમાચાર.