વેદાંતાએ ટ્રાન્સજેન્ડર્સ માટે અનોખી સમાવેશક નીતિ શરૂ કરી
સમાવિષ્ટ નીતિના ભાગરૂપે તેમના કર્મચારીઓ માટે વધારાની તબીબી અને રજાના લાભોની જાહેરાત કરી, વેદાંતા ગ્રૂપની કંપની હિન્દુસ્તાન ઝિંકે એક મહિના સુધી ચાલનારી સર્વસમાવેશક પહેલ ઝિનકલુઝનની ઉજવણી કરી.
કાર્યસ્થળ પર સમાવેશીતા અને વિવિધતાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર કુદરતી સંસાધનોની કંપની વેદાંતા લિમિટેડે પોતાના ટ્રાન્સજેન્ડર કર્મચારીઓ માટે એક અનન્ય સમાવેશક નીતિ શરૂ કરી છે. વિવિધતા અને સમાવેશીતાને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત હિન્દુસ્તાન ઝિંક દ્વારા આયોજિત લક્ષ્મી નારાયણ ત્રિપાઠીની સાથે ઇન્ટરેક્ટિવ જાગૃતિ સત્ર દરમિયાન પૉલિસીની જાહેરાત કરવામાં આવી હતી.
કંપનીએ લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને એલા ડી’વર્મા જેવા પ્રતિષ્ઠિત અતિથિ વક્તાઓ સાથે ચાલી રહેલી પહેલ ‘ઝિનકલુઝન’ના ભાગરૂપે સત્રોનું આયોજન કરીને ગૌરવપૂર્ણ મહિનાની ઉજવણી કરી. વ્યાપક પૉલિસીના ભાગરૂપે વેદાંતા 30-દિવસની જેન્ડર રિફરમેશન રજા અને જેન્ડર રિફરમેશન સર્જરી માટે બે લાખ રૂપિયા સુધીની નાણાંકીય મદદ કરી રહ્યું છે. પોલિસી હેઠળ આપવામાં આવેલા અનોખા લાભ પોતાના તમામ કર્મચારીઓ માટે સમાવિષ્ટ અને સમ્માનજનક કામકાજના વાતાવરણને પ્રોત્સાહન આપવા માટેની કંપનીની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.
વેદાંતા લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના ચેરપર્સન પ્રિયા અગ્રવાલ હેબ્બરે લોન્ચની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે “વેદાંતામાં અમે વિવિધતાની ઉજવણી કરતી સંસ્કૃતિને વિકસાવવામાં સક્રિયપણે રોકાયેલા છીએ, જે તમામ વ્યક્તિઓ માટે સમાન તકો સુનિશ્ચિત કરે છે.અમારી સમાવેશક નીતિના પ્રારંભની જાહેરાત કરતાં મને અપાર આનંદ થાય છે,જે ટ્રાન્સજેન્ડર કર્મચારીઓને ટેકો આપવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ નીતિ સાથે અમારું લક્ષ્ય એક એવું વાતાવરણ ઊભું કરવાનો છે કે જે માત્ર ટ્રાન્સજેન્ડર કર્મચારીઓની અનન્ય જરૂરિયાતો અને અનુભવોને ઓળખે જ નહીં પરંતુ તેમની ભલાઇ અને વ્યક્તિગત વિકાસને પણ પ્રોત્સાહન આપે.”
‘ઝિનકલૂઝન’માં સત્રને સંબોધિત કરતી વખતે એક્ટિવિસ્ટ, અભિનેત્રી, ભરતનાટ્યમ ડાન્સર, મોટિવેશનલ સ્પીકર અને એન્ટરપ્રિન્યોર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ જણાવ્યું કે લીડર્સને વિવિધતા અને સમાવેશક નીતિઓને અપનાવવામાં સક્રિય રીતે કાર્યભાર સંભાળતા જોવું અદ્ભુત છે. મારું માનવું છું કે વેદાંતા હિન્દુસ્તાન ઝિંક દ્વારા પોતાના ટ્રાન્સજેન્ડર કર્મચારીઓ માટે જાહેર કરાયેલ તબીબી લાભની નીતિઓ સમગ્ર સંસ્થામાં સમાવેશકને અપનાવવામાં ઘણી મદદ કરશે. આ સમાનતા લાવવા અને બધા માટે રોજગારની તકો સુનિશ્ચિત કરવા માટેની સંસ્થાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે અને પુનરોચ્ચાર કરે છે.”
નવી નીતિના લાભો ઉપરાંત, વેદાંતા સતત તાલીમો અને કાર્યશાળાઓના માધ્યમથી વિવિધતા, સમાવેશક અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવામાં મોખરે છે. આ પહેલનો હેતુ કર્મચારીઓને બધા માટે સમાવેશક કાર્યસ્થળ બનાવવાના મહત્વ અંગે શિક્ષિત અને સંવેદનશીલ બનાવવાનો છે. કંપનીએ 2050 સુધીમાં પોતાના સમગ્ર લીડરશીપ રેન્કમાં 40% સમાવેશકતા બેન્ચમાર્ક પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
આ ફંડ નિફ્ટી 500 ઇન્ડેક્સમાંથી ટોચના 50 ગુણવત્તાવાળા શેરોની પસંદગી કરવા માટે ઇક્વિટી પર વળતર, ડેટ ટુ ઇક્વિટી રેશિયો અને EPS વૃદ્ધિની સ્થિરતા જેવા નાણાકીય માપદંડોનું વિશ્લેષણ કરશે.
દેશની અલગ અલગ બેંકો અલગ અલગ શ્રેણીના ATM કાર્ડ અથવા ડેબિટ કાર્ડ પર અલગ અલગ ચાર્જ વસૂલ કરે છે.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC બેંકે હવે FD પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.