ચીનથી આયાત થતા વાહનો બમણા દરે મળશે, સરકારે 100 ટકા ડ્યુટી લાદવાની જાહેરાત કરી
કેનેડાની સરકારે ચીનમાં ઉત્પાદિત ઇલેક્ટ્રિક વાહનો (EVs)ની આયાત પર 100 ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો છે. આ અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ડ્યુટી સમાન છે.
ટ્રુડોની સરકારે આ ઉનાળાની શરૂઆતમાં આ મુદ્દા પર 30-દિવસીય પરામર્શ શરૂ કર્યો હતો. કેનેડાનું આ પગલું યુએસ અને યુરોપિયન કમિશને ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનો પર વધુ ઈમ્પોર્ટ ડ્યૂટી લાદવાની યોજના જાહેર કર્યાના થોડા જ અઠવાડિયા પછી આવ્યું છે.
કેનેડાની સરકારે ચીનમાં ઉત્પાદિત ઇલેક્ટ્રિક વાહનો (EVs)ની આયાત પર 100 ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો છે. આ અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ડ્યુટી સમાન છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ સોમવારે જાહેરાત કરી હતી કે ચીનમાંથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ડ્યુટી લાદવામાં આવશે. ટ્રુડોએ નોવા સ્કોટીયાના હેલિફેક્સમાં એક કાર્યક્રમમાં કહ્યું કે ચીન જેવા દેશોએ વૈશ્વિક બજારમાં પોતાને અન્યાયી લાભ આપવાનું પસંદ કર્યું છે.
ટ્રુડોની સરકારે આ ઉનાળાની શરૂઆતમાં આ મુદ્દા પર 30-દિવસીય પરામર્શ શરૂ કર્યો હતો. કેનેડાનું આ પગલું યુએસ અને યુરોપિયન કમિશને ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનો પર વધુ ઈમ્પોર્ટ ડ્યૂટી લાદવાની યોજના જાહેર કર્યાના થોડા જ અઠવાડિયા પછી આવ્યું છે.
યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને રવિવારે નોવા સ્કોટીયાના હેલિફેક્સમાં ટ્રુડો અને કેબિનેટ મંત્રીઓ સાથેની બેઠક દરમિયાન કેનેડાને આ પ્રકારનું પગલું ભરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું. હાલમાં, કેનેડામાં માત્ર ચાઈનીઝ બનાવટની ઈવી ટેસ્લા આયાત કરવામાં આવી રહી છે, જે કંપનીની શાંઘાઈ ફેક્ટરીમાં બનાવવામાં આવે છે. હાલમાં, કેનેડામાં કોઈ ચાઈનીઝ-બ્રાન્ડેડ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ કે આયાત કરવામાં આવતું નથી.
કેનેડાના નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે જણાવ્યું હતું કે કેનેડા આ બાબતે યુએસ અને ઇયુમાં તેના ભાગીદારો સાથે મળીને કામ કરશે, કારણ કે ઉત્તર અમેરિકા એક સંકલિત ઓટો ક્ષેત્ર ધરાવે છે. ફ્રીલેન્ડે કહ્યું કે તેમની સરકાર ખાતરી કરશે કે કેનેડા ચીનના વધારાના પુરવઠા માટે ડમ્પિંગ ગ્રાઉન્ડ ન બને.
Kia Syros and Maruti Brezza: જો તમે પણ Kia Syros અને Maruti Brezza કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે Kia Syros માં એવા કયા ફીચર્સ છે, જે Maruti Brezza માં નથી.
ભારતમાં સૌથી સુરક્ષિત SUV કાર: ભારતમાં ઘણી SUV કાર ADAS સિસ્ટમ સાથે આવે છે, જે અદ્યતન સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરે છે. આ ફક્ત આપણું ડ્રાઇવિંગ વધુ સ્માર્ટ બનાવે છે એટલું જ નહીં પણ સલામતી પણ જાળવી રાખે છે.
Honda-Nissan Merger : જાપાનની બે ઓટોમોબાઈલ કંપનીઓ નિસાન મોટર અને હોન્ડા મોટર ચોક્કસપણે ટૂંક સમયમાં મર્જ થઈ શકે છે. મર્જરના સમાચાર મીડિયામાં આવ્યા બાદ હવે બંને કંપનીઓએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. આ ડીલ ઘણા રેકોર્ડ બનાવશે...