વેરાવળ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને પુષ્પગુચ્છ અને ચોકલેટનું વિતરણ કરી અભિવાદન કરાયું
વિશ્વ જાહેર પરિવહન દિનની ઉજવણીના ભાગરૂપે વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા વેરાવળ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોને પ્રવાસલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ : વિશ્વ જાહેર પરિવહન દિનની ઉજવણીના ભાગરૂપે વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા વેરાવળ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોને પ્રવાસલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ જાહેર પરિવહન દિન નિમિત્તે મુસાફરોને પુષ્પગુચ્છ અને ચોકલેટનું વિતરણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું અને મુસાફરોને મુસાફરી પાસ, ગ્રામીણ વિદ્યાર્થીઓને મુસાફરી પાસ,પાસ, ૪૦થી ૪૫ % શારીરિક અપંગતા ધરાવતારાવતા વ્યક્તિને પાસ, અંધજનો, કેન્સરના દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ સારવાર અર્થે, રોજગાર કચેરીની ભલામણ દ્વારા ઈન્ટરવ્યૂ માટે જતા બેરોજગાર વ્યક્તિઓને તેમજ શ્રવણ તીર્થદર્શન યોજના સહિત નિગમમાં હાલ કાર્યરત યોજનાઓના પેમ્ફલેટનું વિતરણ કરી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં ડેપો કર્મચારીઓને નિગમનું સૂત્ર "સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ" સાર્થક નીવડે એ હેતુસર તેમજ મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે મુજબની કાર્યશૈલી અપનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં, જ્યાં સિંહોએ હવે પોતાનું ઘર બનાવ્યું છે.
મહેસાણા જિલ્લામાં, PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) યોજના અંગે એક મોટું અપડેટ સપાટી પર આવ્યું છે, જેમાં 20 હોસ્પિટલોમાં ગેરરીતિ છતી થઈ છે.
ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત પર લીલી પરિક્રમામાં એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં આઠ શ્રદ્ધાળુઓએ હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યો છે,