વેસ્ટેડએ વૈકલ્પિક એસેટ્સમાં વધારો કર્યો, પી2પી ધિરાણ, બોન્ડ્સ અને સોલર એસેટ ઉમેરી
વેસ્ટેડએ વેસ્ટેડ એજ મારફતે પીયર-ટૂ-પીયર (પી2પી) ધિરાણ, INR બોન્ડ્સ મારફતે બોન્ડ્સ અને વેસ્ટેડ સોલર મારફતે સોલર પ્રોજેક્ટ્સની સરળ સુલભતા પૂરી પાડીને રોકાણકારોને એનો વૈકલ્પિક એસેટ પોર્ટફોલિયો વધાર્યો.
અગ્રણી ડિજિટલ રોકાણ પ્લેટફોર્મ વેસ્ટેડએ વિવિધ વૈકલ્પિક એસેટ (અસ્કયામતો) સામેલ કરવા એના સફળ US સ્ટોક્સ રોકાણ પ્રોડક્ટ ઉપરાંત વિવિધ એસેટમાં એની સેવાઓ પૂરી પાડવાની જાહેરાત કરી છે. વેસ્ટેડે વૈશ્વિક વિવિધતા લાવવાની સાથે ભારતીય રોકાણના બજારમાં મહત્વપૂર્ણ જરૂરિયાત પૂરી કરવાની પોતાની સફર શરૂઆત કરી. કંપનીએ US સ્ટોક્સ અને ઇટીએફની સુલભતા માટે ઉપયોગ કરવામાં સરળ પ્લેટફોર્મ બનાવ્યું છે, જે 2.5 લાખ રોકાણકારોના ખાતાં ખોલવા તરફ દોરી ગયું છે અને નવેમ્બર, 2023 સુધીમાં ભારતીય રૂપિયા 1,800 કરોડથી વધારે રૂપિયાની ડિપોઝિટ મેળવી છે.
વેસ્ટેડના ગ્રાહકો વૈકલ્પિક સંપત્તિ તરીકે અમેરિકન બજારમાં તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવે છે. પોતાની કામગીરીના વિસ્તરણના ભાગરૂપે કંપની હવેએ ભારત સ્થિત ત્રણ વૈકલ્પિક એસેટ પ્રસ્તુત કરી છેઃ પી2પી ધિરાણ (વેસ્ટેડ એજ મારફતે), INR બોન્ડ્સ અને સોલર (સૌર).
વેસ્ટેજ એજ રોકાણકારોને તેમના ફિક્સ્ડ આવકના પોર્ટફોલિયોમાં પી2પી ધિરાણ ઉમેરવાની સુવિધા આપે છે, જે 12 ટકા સુધી ઊંચું
વળતરની સંભવિતતા પૂરી પાડે છે. અન્ય પ્લેટફોર્મથી વિપરીત વેસ્ટેડ એજ રોકાણકારોને આરબીઆઈથી નિયમન થતા વિવિધ
પી2પી પ્લેટફોર્મમાં તેમના રોકાણનું ઓટોમેટિક વહેંચવામાં મદદરૂપ થઈને જોખમને લઘુતમ કરવા મદદરૂપ થશે, જેની શરૂઆત આ
પ્રકારના બે પ્લેટફોર્મઃ ફેરસેન્ટ અને લેન્ડબોક્ષથી થશે.
આરબીઆઈના 2017ના નિયમોનો અમલ થયા પછી અત્યાર સુધી પી2પી ધિરાણમાં ભારતમાં મહત્વપૂર્ણ વૃદ્ધિ જોવા મળી છે,
જેનું બજાર વર્ષ 2026 સુધીમાં અંદાજે 10 અબજ ડોલર થવાનો અંદાજ છે.
INR બોન્ડ્સ વેસ્ટેડના ગ્રાહકોને ફિક્સ્ડ આવકની વૈકલ્પિક રોકાણની વધુ એક તક પૂરી પાડે છે. વેસ્ટેડ A રેટિંગ ધરાવતા કોર્પોરેટ
બોન્ડ્સ અને ભારત સરકારનું પીઠબળ ધરાવતા ગવર્મેન્ટ બોન્ડ્સ સાથે લિસ્ટેડ કોર્પોરેટ અને ગવર્મેન્ટ બોન્ડ્સની કાળજીપૂર્વક પસંદગી
પૂરી પાડે છે, જે 9થી 12 ટકા વચ્ચે વળતર પૂરું પાડે છે.
પોતાની સોલર ઓફર સાથે વેસ્ટેડ વ્યક્તિઓને આવક કરવાની તક આપવાની સાથે ભારતને સ્વચ્છ ઊર્જા તરફ અગ્રેસર કરવામાં
મદદરૂપ થવા આતુર છે. વેસ્ટેડ સોલર મારફતે રોકાણકારો રુફટોપ પ્રોજેક્ટ્સમાં પોતાની માલિકીની સોલર પેનલ્સ ધરાવી શકે છે અને
પેનલની કામગીરી દરમિયાન પેદા થતી વીજળીમાંથી આશરે 10થી 13 ટકા IRR કરી શકે છે.
એસેટ (અસ્કયામતો)નાં નવા વર્ગો ઉપરાંત કંપનીએ પોતાની વેસ્ટેડ એકેડમી પણ શરૂ કરી છે – આ એક એવી પહેલ છે, જે વૈકલ્પિક
અસ્કયામતો પર વિસ્તૃત માહિતી પ્રદાન કરે છે, જેથી રોકાણકારો સુમાહિતગાર નિર્ણયો લઈ શકે છે.
વેસ્ટેડના સીઇઓ વિરમ શાહે કહ્યું હતું કે, “અમે હાલ અમારી અમેરિકામાં રોકાણ કરવાની ઓફરમાં વધારાની વૈકલ્પિક એસેટ ઉમેરીને
રોમાંચિત છીએ. અમારું માનવું છે કે, વૈકલ્પિક એસેટ ભવિષ્ય છે. આગામી દાયકામાં અમારો રોકાણનો પોર્ટફોલિયો હાલ રોકાણકારો
જે એસેટમાં રોકાણ કરે છે એનાથી બહુ અલગ હશે. અને રોકાણકારો હાલ મ્યુચ્યુઅલ ફંડ, એફડી અને ગોલ્ડમાં રોકાણ કરવાની સાથે
બોન્ડ્સ, પી2પી ધિરાણ, રિયલ એસ્ટેટ, ગ્લોબલ સ્ટોક્સ જેવી વિવિધ એસેટમાં રોકાણ કરી રહ્યાં છે. અમે આગામી 10 વર્ષથી વધારે
ગાળા માટે ત્રણ એસેટની બજારની સંભવિતતાને આધારે તેને અમારા પોર્ટફોલિયોમાં ઉમેરી છે અને અન્ય વૈકલ્પિક એસેટની
સરખામણીમાં આ એસેટ સ્વાભાવિક સલામતી ધરાવે છે.”
વેસ્ટેડએ પી2પી ધિરાણ, INR બોન્ડ્સ અને સૌર રોકાણ સાથે આ નવી સફર શરૂ કરી હોવાથી કંપની આ સફરને વધારે મજબૂત
બનાવવા એની અમેરિકન રોકાણની પ્રોડક્ટને વધારવાની પ્રતિબદ્ધતા જાળવી રાખશે. સંપૂર્ણપણે કંપની સરળતાપૂર્વક સાથે વિવિધતા
લાવીને ભારતીય રોકાણકારોને મદદ કરવાનું ચાલુ રાખશે.
વધારે માહિતી મેળવવા અને વેસ્ટેડ સાથે રોકાણના ભવિષ્યમાં જોડાવા માટે https://vestedfinance.com/inની મુલાકાત લો
અને અભૂતપૂર્વ વૈકલ્પિક એસેટની દુનિયાને ચકાસો.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.