વીઆઈએ નવા અનલિમિટેડ નાઈટ ડેટા પેક્સ – ‘વીઆઈ છોટા હીરો’ લોન્ચ કર્યા
નાઇટ બિન્જ ડેટા પેક ઓફર કરનાર એકમાત્ર ટેલિકોમ પ્લેયર વીઆઈએ રૂ. 17 અને રૂ. 57માં બે નવા પેક રજૂ કર્યા છે જે વીઆઈ વપરાશકર્તાઓને કોઈપણ મર્યાદા વિના, મધ્યરાત્રિથી સવારના 6:00 વાગ્યા સુધી આખી રાત બિન્જ વોચિંગનો લાભ આપે છે
આજના ડિજિટલ વિશ્વમાં, મોબાઈલ ઈન્ટરનેટ વ્યક્તિના રોજિંદા કામકાજ માટે નિર્ણાયક પરિબળ બની ગયું છે - પછી તે કામ હોય કે મનોરંજન. હાઇબ્રિડ વર્ક કલ્ચર, સતત નવું આવતું રહેતું
કન્ટેન્ટ, સોશિયલ ચેટ્સ અને સર્ફિંગ, ઇમર્સિવ ગેમિંગ વગેરે સાથે, પ્રીપેડ ગ્રાહકોને તેમનો ડેટા ક્વોટા પૂરો થવાની ચિંતા રહે છે. તે જ સમયે, સમાજના છેક નીચલા સ્તરે રહેલા વપરાશકારોને
હજુ પણ તેમની મૂળભૂત જરૂરિયાતો માટે ડેટા એક્સેસ કરવા માટે સંઘર્ષ કરવો પડે છે.
ડેટા ખતમ થવાની આ સમસ્યાને દૂર કરવા અને સમાજના તમામ વર્ગો સુધી ડેટા એક્સેસનો લાભ આપવા માટે અગ્રણી ટેલિકોમ સેવા પ્રદાતા વીઆઈએ બે નવા સેશે અમર્યાદિત નાઇટ ડેટા પેક્સ, વીઆઈ છોટા હીરો પેક્સ લોન્ચ કરીને તેની 'હીરો' તરીકેની ઈમેજનો વિસ્તાર કર્યો છે. આ પેક પ્રીપેડ ગ્રાહકોને એક દિવસ માટે રૂ. 17 અને 7 દિવસ માટે રૂ. 57ના અત્યંત પોસાય તેવા ભાવે મધ્યરાત્રિથી સવારના 6:00 વાગ્યા સુધી આખી રાત બિન્જ વોચિંગ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. વીઆઈનો પ્રયાસ એ છે કે આ અનન્ય પેકેજ દ્વારા અમર્યાદિત ડેટા એક્સેસનો અનુભવ કરવા માટે સમાજના છેક નીચલા સ્તરે રહેલા વપરાશકર્તાઓને તક પૂરી પાડીને પ્રીપેડ ગ્રાહકો માટે પસંદગીના ટેલિકોમ પ્રદાતા બનવાનો છે.
પેક ખાસ કરીને કોલેજ/હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને નવીસવી નોકરી કરનારાઓ જેવા વપરાશકર્તાઓના સેગમેન્ટ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે જેમને બ્રોડબેન્ડ સેવાઓની એક્સેસ ન હોય પરંતુ મૂવી જોવા, વીડિઓઝ સ્ટ્રીમ કરવા, સંગીત સાંભળવા, ગેમ્સ રમવા, સર્ફિંગ, ચેટિંગ,કામ કે અભ્યાસ માટે રાત્રે હાઇ સ્પીડ ડેટાની જરૂર હોય છે. વીઆઈ ગ્રાહકો આ પેકનો ઉપયોગ C1 – Vodafone Idea External વીઆઈ ગેમ્સ રમવા માટે, વીઆઈ મૂવીઝ એન્ડ ટીવી પર નવીનતમ મૂવીઝ અને વીડિયોનો આનંદ લેવા અથવા વીઆઈ એપ પર વીઆઈ મ્યુઝિક પર તેમના મનપસંદ ગીતો સાંભળવા માટે પણ કરી શકે છે.
વીઆઈનો ઉદ્દેશ્ય ભારતીયોને તેમની જરૂરિયાતો પૂરી કરવા અને અનંત શક્યતાઓને અનલોક કરતા અર્થપૂર્ણ ઉકેલો ડિઝાઇન કરીને આજે અને આવતીકાલે સમૃદ્ધ થવામાં મદદ કરવાનો છે. આ વિભિન્ન ઓફરનો હેતુ પસંદગીના પ્રીપેડ ટેલિકોમ વપરાશકર્તા બનવાનો છે. વીઆઈ વપરાશકર્તાઓ વીઆઈ એપ પર આ ડેટા પેક્સનો લાભ લઈ શકે છે
https://www.myvi.in/vi-app
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.